ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ અંગેની તારીખો જાહેર થતા જ રાજ્યમાં તેનો રાજકીય માહોલ ચરમસીમા એ પહોંચ્યો છે, રાજ્યની કેટલીય બેઠકો એવી છે જ્યાં સગા સંબંધીઓ જ એક બીજાની આમને સામને ચૂંટણીના જંગ માં ઉતરેલા જોવા મળી રહ્યા છે,તેમાં પણ આ બાબતો ભરૂચ જિલ્લા ના રાજકારણમાં સૌથી વધુ રસપ્રદ અને ચર્ચાસ્પદ રીતે જાણવા માં મળી રહી છે.
ભરૂચ જિલ્લા ની પાંચ વિધાનસભા પૈકી બે બેઠકો અંકલેશ્વર અને ઝઘડિયા બેઠક પર નો રાજ્કીય માહોલ સતત લોકો વચ્ચે ચર્ચાનું કેન્દ્ર બન્યો છે, અંકલેશ્વર બેઠક પર જ્યાં ભારતીય જનતા પાર્ટીએ સતત ચાર ટમ થી જીત મેળવતા અને માજી મંત્રી રહી ચૂકેલા ઇશ્વરસિંહ પટેલ ને રિપીટ કરી વર્તમાન ચૂંટણીમાં પણ તેઓને મેદાન ના ઉતાર્યા છે,તો બીજી તરફ સતત અંકલેશ્વર-હાંસોટ વિધાનસભા બેઠક પર હાર નો સ્વાદ ચાખ નારી કોંગ્રેસે આ વખત ની ચૂંટણી માં ખુદ ઈશ્વર સિંહ પટેલ ના સગા ભાઇ અને ભાજપ છોડી કોંગ્રેસમાં આવેલ વિજયસિંહ (વલ્લભ)પટેલ ને ચૂંટણી ના મેદાન માં ઉતારી બેઠક ને રસપ્રદ બનાવી છે,જે બાદ થી બંને ભાઇ વચ્ચે આ બેઠક પર કાંટે કી ટક્કર જામશે તેમ લોકો વચ્ચે ચર્ચાઈ રહ્યું છે.
આ બધા વચ્ચે હવે ઝઘડિયા વિધાનસભા બેઠક પણ ચર્ચાનું કેન્દ્ર બની છે,જ્યાં સતત સાત ટમ થી જીત મેળવતા છોટુ વસાવા ને આ વખતે ઝઘડિયા બેઠક પરથી બીટીપી ના ઉમેદવાર તરીકે મહેશ વસાવા એ પોતાનું નામ જાહેર કરી દેતા જ શુ રાજકિય માહોલ ગરમાયો હતો જે બાદ થી જ વસાવા પરિવાર માં મહેશ વસાવા સામે બાયો ચઢાવી હોય તેમ છોટુ વસાવાના પુત્ર દિલીપ વસાવા એ બીટીપી ના તમામ હોદ્દાઓ પરથી રાજીનામું ધરી દીધું છે અને જે અંગેના જવાબદાર મહેશ વસાવા ને ગણાવ્યા છે તેમજ છોટુ વસાવા ની પાર્ટીમાં અવગણના થતી હોવાનું ઘટસ્ફોટ કર્યો હતો.
ઝઘડિયા વિધાનસભા બેઠક પર વસાવા પરિવાર નો વિખવાદ અને બીટીપીના ઉમેદવાર મહેશ વસાવા તો શું છોટુ વસાવાએ ચૂંટણી નહિ લડે તેવી અટકળો શરૂ થઇ હતી જોકે સૂત્રો નું માનવામાં આવે તો પુત્ર મહેશ વસાવા થી કિનારો કરી છોટુ વસાવા સોમવારે જે.ડી.યુ ના સિમ્બોલ ઉપર ઝઘડિયા બેઠક પરથી પોતાનું ઉમેદવારી પત્ર ભરવા જઈ રહ્યા છે તેવી ચર્ચાઓ એ હાલ જોર પકડ્યું છે,તેવામાં જો આ ચર્ચાઓ ખરા અર્થમાં સાથર્ક થાય તો ઝઘડિયા વિધાનસભા બેઠક ઉપર રાજકીય ઈતિહાસ ના પ્રથમ વખત ખુદ પિતા-પુત્ર ચૂંટણી ના મેદાન માં આમને સામને થઇ ચૂંટણી લડશે તેમ માનવામાં આવી રહ્યું છે,આમ અંકલેશ્વર બેઠક પર બે સગા ભાઇ તો ઝઘડિયા બેઠક પર પિતા પુત્ર નો મામલો વર્તમાન ચૂંટણીમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.
હારુન પટેલ : ભરૂચ