રાજપીપલા પો.સ્ટે. વિસ્તારનો પ્રોહીબીશનાના ઇગ્લીશ દારૂની હેરાફેરી કરતા બે બુટલેગરોને એલ.સી.બી નર્મદા પોલીસે પાસામાં ધકેલી દીધા છે.
પ્રશાંત સુંબે, પોલીસ અધિક્ષક, નર્મદાએ હાલમાં વિધાનસભાની ચૂંટણી યોજાનાર હોય જે બાબતે જીલ્લામાં નામી-અનામી બુટલેગર દ્વારા બીજા રાજ્યમાંથી ઇગ્લીશ દારૂની હેરાફેરી કરતા અસામાજીક તત્વો ઉપર અસરકારતક અટકાયતી પગલાં લેવાની સુચના અને માર્ગદર્શન અનુસંધાને જે.બી.ખાંભલા, પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી. નર્મદા એ રાજપીપલા વિસ્તારના માંડણ ગામે કુવાફળીયામાં રહેતા કિરણભાઇ ઇશ્વરભાઇ વસાવાનાનો ઇંગ્લીશ દારૂની હેરાફેરી કરતા રાજપીપલા પો.સ્ટે.માં ગુનો નોંધાયેલ હતો જે પો.ઇન્સ. એલ.સી.બીએ આ અસામાજીક તત્વની પ્રવૃતિ ઉપર અંકુશમાં રાખવા સારૂ એલ.સી.બી. કચેરી ખાતેથી પાસા દરખાસ્ત તૈયાર કરી જીલ્લા મેજીસ્ટ્રેટ્ની નર્મદા તરફ મોકલતા જીલ્લા મેજીસ્ટ્રેટ નર્મદાએ સામાવાળા કિરણભાઇ ઇશ્વરભાઇ વસાવાની પ્રવૃતિને ધ્યાને લઇ પાસા અટકાયત કરી જુનાગઢ જેલ ખાતે રાખવા સારૂ હુકમ કરતાં સદર સામાવાળા કિરણભાઇ ઇશ્વરભાઇ વસાવાને એલ.સી.બી. સ્ટાફ મારફતે પાસા ધારા હેઠળ ડીટેઇન કરીજુનાગઢ જેલ ખાતે સુપ્રત કરવા જરૂરી પોલીસ બંદોબસ્ત સાથે મોકલી આપવા જરૂરી કાયદેસરની કાર્યવાહી કરવા તજવીજ કરવામાં આવી.
જયારે બીજા કેસમાં માંડણ કુવાવાળુ ફળીયામાં રહેતો સુરેશભાઈ ઉર્ફ સુર્યો ઇશ્વરભાઈ વસાવાનાનો ઈંગ્લીશ દારૂની હેરાફેરી કરતા રાજપીપલા પોલીસ સ્ટેશન તેમજદેડીયાપાડા પો.સ્ટેશનમાં ગુનો નોંધાયેલ હતો. આ અસામાજીક તત્વો ઉપર અંકુશ રાખવા સારૂ રાજપીપલા પો.સ્ટેશન ખાતેથી પાસાની
દરખાસ્ત તૈયાર કરી જીલ્લા મેજીસ્ટ્રેટ નર્મદા તરફ મોકલી આપતા જીલ્લા મેજીસ્ટ્રેટ નર્મદાએ સુરેશભાઈ ઉર્ફ સુરીયો ઇશ્વરભાઈ વસાવાનાની પ્રવૃતિ ધ્યાનમાં લઈ પાસા અટકાયત કરી અમરેલી જીલ્લા જેલ ખાતે રાખવા સારૂ હુકમ કરતા તેને પાસા ધારા હેઠળ ડીટેઈન કરી અમરેલી જીલ્લા જેલ ખાતે
મોકલી આપવામાં આવેલ છે.
દીપક જગતાપ, રાજપીપલા