રાજ્યમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હાલ આચારસંહિતા લાગુ થઇ ચુકી છે, તેવામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ નિયંત્રણમાં રહે તે માટે પોલીસ વિભાગ પણ સતર્ક બન્યું છે, ભરૂચ જિલ્લામાં પણ ઠેક ઠેકાણે પોલીસ વિભાગ દ્વારા ચેકીંગ હાથ ધરવામાં આવી રહ્યું છે, તે વચ્ચે પણ બેફામ બનવા તરફ જઇ રહેલા નશાનો વેપલો કરતા તત્વો સામે પોલીસે લાલ આંખ કરી છે.
ભરૂચ ક્રાઇમ બ્રાંચના કર્મીઓને મળેલ બાતમીના આધારે સુરતથી ભરૂચ તરફ સ્વીફ્ટ ડિઝાઇર કાર નંબર GJ,15,CG 1058 માં ભારતીય બનાવટનો વિદેશી શરાબનો જથ્થો લઈ આવતા બુટલેગરને અંકલેશ્વરના બાકરોલ બ્રિજ પાસે રોકી તલાશી લેતા કારમાંથી ભારતીય બનાવટના વિદેશી શરાબની નાની મોટી કુલ ૧૧૬૯ બોટલો મળી આવી હતી.
ક્રાઇમ બ્રાંચે મામલે નરેન્દ્રભાઈ ચૈતરામ ગુપ્તા નામના એક બુટલેગરની ધરપકડ કરી અન્ય બે જેટલા બુટલેગર પંકજ રહે મહારાષ્ટ્ર અને સહદેવ ઉર્ફે કરણ જેસિંગ વસાવા રહે જુના કાંસિયા અંકલેશ્વર નાઓને વોન્ટેડ જાહેર કરી કુલ ૪ લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબ્જે કરી મામલે કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.