ભરૂચ જિલ્લાની પાંચ વિધાનસભા બેઠકો માટે આજે સત્તાવાર રીતે ભારતીય જનતા પાર્ટી દ્વારા પોતાના ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા, પાર્ટી દ્વારા પાંચ પૈકી બે બેઠકો પર રિપીટ તો અન્ય ત્રણ બેઠકો માટે પૂર્વ ધારાસભ્ય સહિત બે નવા ચહેરાને તક આપવામાં આવી છે. ભરૂચ બેઠક ઉપર સતત ટર્મથી ધારાસભ્ય રહેલા દુષ્યંત પટેલ તેમજ એક સમયે કેબિનેટ મંત્રી રહી ચૂકેલા સિનિયર નેતા છત્રસિંહ મોરીની બાદ બાકી વર્તમાન વિધાનસભા ચૂંટણીમાં કરવામાં આવી છે.
ભારતીય જનતા પાર્ટીમાં ટીકીટની સત્તાવાર જાહેરાત થયા બાદ કહી ખુશી તો કહી ગમ જેવો માહોલ સર્જાયો છે, જેમાં એક ચર્ચા મુજબ ભરૂચ બેઠક પર દુષ્યંત પટેલનું નામ કાપવામાં આવતા તેઓના સમર્થક કાર્યકરો તેમજ નગર સેવકોમાં નારાજગીનો ચરું સામે આવ્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે, તો બીજી તરફ જંબુસર બેઠક ઉપર પણ છત્રસિંહ મોરીના સમર્થકોમાં નારાજગી જોવા મળી હોવાનું ચર્ચાઈ રહ્યું છે, તો ઝઘડિયા બેઠક ઉપર ભાજપ દ્વારા ખ્રિસ્તી ઉમેદવારની પસંદગી સામે પણ વિરોધના સુર ઉભા થયા હોવાનું સામે આવી રહ્યું છે.
આમ ભરૂચ જિલ્લામાં ટીકીટની વહેંચણી બાદથી જિલ્લા ભાજપ સામે નારાજગીઓનો દોર શરૂ થતા જિલ્લા પ્રમુખ સહિત સંગઠનના હોદ્દેદારોએ માનમણા કરવા સાથે મામલો શાંત પાડવાની કવાયત હાથધરી છે, અત્રે મહત્વની બાબત છે કે ભાજપ માં ચાલી રહેલો આંતરિક રોષ ડામવામાં સંગઠન અસરકારક સાબિત થઇ રહ્યું છે, તેમ કેટલાક સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે.