Proud of Gujarat
INDIAFeaturedGujarat

વડતાલધામમાં અક્ષરભૂવનના પાયાની પ્રથમ શીલા આચાર્ય મહારાજ હસ્તે પ્રસ્થાપિત કરાઇ.

Share

આજરોજ રૂપિયા બસો કરોડના ખર્ચ નિર્માણ થનાર અલૌકીક અક્ષરભુવનના પાયાની પ્રથમશીલા પ્રસ્થાપિત કરવામાં આવી. ચુનો, રેતી, કપચી અને ક્વોરી ડસ્ટના મિશ્રણ સાથે પાયામાં ત્રણ ફુટનું એક મજબૂત લેયર તૈયાર કરવામાં આવ્યું છે, ત્યારબાદ કાર્તકી સમૈયાની સમાપ્તિ અને ચંદ્ર ગ્રહણની પૂર્ણાહુતિ પ્રસંગે આ જાહેરાત કરવામાં આવી અને તા ૯-૧૧-૨૨ ના રોજ પાયાની પ્રથમશીલા પ્રસ્થાપિત કરવામાં આવી. આચાર્ય શ્રીરાકેશપ્રસાદજી મહારાજ, જ્ઞાનજીવન સ્વામી કુંડળધામ, ચેરમેન દેવપ્રકાશ સ્વામી, મુખ્ય કોઠારી ડો સંત સ્વામી, નૌતમ સ્વામી – બાપુ સ્વામી, ગોવિંદ સ્વામી – મેતપુરવાળા, બાલમુકુંદ સ્વામી – સરધાર વગેરે સંતો, મહેન્દ્રભાઈ વગેરે ટ્રસ્ટીઓ અને દાતાઓના હસ્તે શિલાપૂજન કરવામાં આવેલું.

પૂજન પૂર્વે જ્ઞાનજીવન સ્વામીએ આ મ્યુજીયમના માધ્યમે સ્વામિનારાયણ ભગવાનનું જીવન અને સંદેશ વિશ્વ વ્યાપી બને, એવી ભાવના વ્યક્ત કરીને કહ્યું હતું કે, આ કાર્ય કોણ કરી રહ્યું છે તેના કરતા કેવુ સારૂ થઈ રહ્યું છે, આ ભાવના અતિશય મહત્વની છે. અંતમાં આચાર્ય મહારાજે આશીર્વાદ પાઠવતા કહ્યું હતું કે, આપણા સમયમાં આ કાર્ય થઈ રહ્યું છે, તે આપણું સૌભાગ્ય છે. આપણે તમ મન ધનથી યથાશક્તિ સહયોગ કરીશું.

Advertisement

નરેશ ગનવાણી : નડિયાદ


Share

Related posts

ભરૂચનાં તાડિયા વિસ્તાર નજીક ફરાસખાનાનાં ગોડાઉનમાંથી લાખોની કિંમતનો વિદેશી દારૂ ઝડપાયો : એક બુટલેગરની ધરપકડ.

ProudOfGujarat

ઝઘડિયા તાલુકાના ભાલોદ ખાતે બે કાંઠે વહેતી નર્મદા નદીને નિહાળવા લોકટોળા ઉમટ્યા.

ProudOfGujarat

જાણો…! દેશી દારુ… કેવી રીતે બની જાય છે લઠ્ઠો… અને કેમ સર્જાય છે લઠ્ઠાકાંડ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!