ભાજપના આખા બોલા અને સતત ચર્ચામાં રહેતા ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે ચૂંટણી નહીં લડવાની જાહેરાત મીડીયા સમક્ષ કરી હતી. હવે તેમને ફેરવી તોડ્યું છે. ભાજપના ધારાસભ્યએ ચૂંટણી નહીં લડવાનું કહીને ઘડિમાં ફેરવી દીધું છે. મારી પત્ની મારી બાજુમાં ઉભી હતી તેથી તેને સારું લાગે તે માટે મેં કહ્યું હતું.
હું ભાજપનો સેવક બનીને જ રહીશ તેમ મધુ શ્રીવાસ્તવે હવે કહ્યું છે. તેમને પહેલા કહેલું કે, તેમના સ્થાને તેમના પત્ની ચૂંટણી લડે તેવી જાહેરાત કરી હતી. વડોદરા જિલ્લાની વાઘોડિયા વિધાનસભા બેઠક પર ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે અગાઉ મીડિયાને કહ્યું હતું કે, હું ઈચ્છું છું કે મારી પત્ની ચૂંટણી લડે, મારી ઈચ્છા ઓછી છે. હું મારી પત્નીને ટિકિટ આપવા માંગુ છું તેમ મધુ શ્રીવાસ્તવે અગાઉ નિવેદન આપ્યું હતું.
એ પછી તેમને નિવેદન બદલી નાખ્યું હતું. મારી પત્ની મારી બાજુમાં ઉભી હતી તેથી તેને સારું લાગે તે માટે મેં કહ્યું હતું. આ સાથે કહ્યું કે, મીડિયા દ્વારા તે ખોટું ચલાવાયું છે. તે સમયે મને ખબર નહોતી કે મીડિયાના કેમેરા ચાલુ છે.
આ વખતે ભાજપ સગા-સંબંધીઓને ટિકિટ આપવાનું નથી. આવી સ્થિતિમાં પત્નીને ટિકિટ મળવાનો પ્રશ્ન જ ઊભો થતો નથી. હું ચૂંટણી લડવાનો છું. મને ભારતીય જનતા પાર્ટીમાં વિશ્વાસ છે. હું પાર્ટીનો સૈનિક છું અને સૈનિકની જેમ લડતો આવ્યો છું અને લડતો રહીશ.