Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળ : વાંકલ હાઈસ્કૂલમાં નેશનલ લીગલ સર્વિસ ડે નિમિતે પોકસો કાયદા, મોટર વ્હિકલ અને શિક્ષણના કાયદા અંગે કાનુની જાગૃતિ કાર્યક્રમ યોજાયો.

Share

વાંકલ સાર્વજનિક કેળવણી મંડળ સંચાલિત એન.ડી.દેસાઈ સાર્વજનિક હાઈસ્કૂલમાં સિવિલ કોર્ટ માંગરોળ દ્વારા વિદ્યાર્થિઓને પોકસો કાયદા અંતર્ગત જાતિય શોષણ અંગે કાયદાકિય માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો હતો.

માંગરોલના પ્રિ. સિનિયર સિવિલ જજ આર.જી. બારોટ, એડિશનલ સિવિલ જજ એ.એ.ખેરાદાવાલા તેમજ તેમની ટીમે પોક્સો કાયદા, મોટર વ્હીલ એક્ટ અને શિક્ષણના કાયદા અંગે વિસ્તૃત માહિતી અને માર્ગદર્શન આપ્યું હતું. વધુમાં આજની દિકરીયોને સમાજમા કઈ રીતે રહેવું જોઈએ આવા બનાવો બને તો કોની પાસે મદદ માંગી શકાય વગેરે મુદ્દે સુંદર માર્ગદર્શન આપ્યુ હતું. આ કાર્યકમમાં એન.ડી.દેસાઇ સાર્વજનિક હાઈસ્કૂલની શિક્ષિકા બહેનો એ પણ આ માર્ગદર્શનનો લાભ લીધો શાળાના આચાર્ય પારસભાઈ મોદી એ કાર્યક્રમને અનુરૂપ પ્રાસંગિક પ્રવચન કર્યુ હતું. આચાર્ય તથા શાળા પરીવાર તેમજ માંગરોળ બાર એસોસીએશનના પ્રમુખ એ.બી.ઠાકોર, રજીસ્ટાર રવિ પટેલ, બાબુભાઈ ચૌધરી, ભુમિ વસાવા વગેરે હાજર રહ્યા હતા.

વિનોદ મૈસુરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

પ્રાણીઓ માટે જીવનદાતા બનતું બ્લડ ડોનેશન: રક્તદાન થકી શ્વાનનું અમૂલ્ય જીવન બચાવતા ડો. કૃણાલ

ProudOfGujarat

ગોધરા તાલુકાની પ્રથમ કારોબારી બેઠક મળી હતી.

ProudOfGujarat

સરકારની ગ્રાન્ટનો રાજપીપળા હિન્દૂ દેવસ્થાન કમિટી યોગ્ય ઉપયોગ નથી કરતી:બજરંગ દળનો આક્ષેપ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!