Proud of Gujarat
FeaturedGujaratINDIA

નડિયાદમાં થયેલી ચોરી મામલે પોલીસે ચાર આરોપીઓને ઝડપી પાડયા.

Share

નડિયાદ દેસાઈ સંસ્કાર કેન્દ્ર નજીક આવેલ દેસાઈવગા ભાવેશભાઈ કનુભાઈ પટેલના ઘરમાં પ્રવેશી તિજોરીમાં મુકેલ વડીલોના સમયના આશરે ૩૦ તોલાના સોનાના દાગીના, દસ તોલાની બે લંગડીઓ, ચાંદીની ૫ કિલોની વસ્તુઓ, એક લાખ રોકડા તથા સાથે રહેતા માસી તરલાબેન નરહરીભાઈ દેસાઈના દાગીના ચોરાયા હતા. આ બનાવ અંગે ફરિયાદ નોંધાતા પોલીસે ગુનાનો ભેદ ઉકેલવા નડિયાદ શહેર તથા આસપાસના ૧૦૦ થી વધુ CCTV ફૂટેજ, ટેકનિકલ ઈન્ફોર્મેશન, હ્યુમન ઈન્ટેલિજન્સ, ટેકનિકલ સર્વેલન્સ હાથ ધર્યો હતો. જે આધારે ચોરી પૂર્વઆયોજીત કાવતરાથી રીઢા અને ઘરફોડીયા ચોરો દ્વારા કરાયાનું ધ્યાને આવતા પોલીસે લાલા રમણભાઈ તળપદા (રહે.કિશન સમોસાનો ખાંચો, નડિયાદ), નવઘણ પુંજાભાઈ તળપદા (રહે.ઓડ, માણેક ચોકડી, આણંદ), બ્રિજેશ ઉર્ફે સોની અશોકભાઈ પંચાલ (રહે. ૧૧૮, રાજેન્દ્રનગર, મોખા તલાવડી, નડિયાદ), મિતેશ ભીખાભાઈ તળપદા (રહે.અબુબકર સોસાયટી પાછળ, મરીડા ભાગોળ, નડિયાદ)ને ઝડપી પાડયા હતા. તસ્કરો પાસેથી કુલ રુ.૧૮,૦૦,૭૦૦નો ૮૦ ટકા મુદ્દામાલ કબજે લીધો હતો.

નવઘણ તળપદા પ્લેનમાં બેસી કર્ણાટક ચોરી કરવા જતો હતો, નવઘણ તળપદા સામે નડિયાદ ટાઉન પોલીસમાં ૨૦૦૧ થી ૨૦૨૨ સુધીમાં ૧૨ ચોરીના ગુના નોંધાયા છે. ઉપરાંત તેની વિરુદ્ધ મહારાષ્ટ્ર, બેંગ્લોરમાં પણ ધરોડના ગુનાઓ નોંધાયેલા છે. ૨૦૧૬ માં અનેક મોટી ઘરફોડ ચોરીઓ કરી છે. તે પ્લેનમાં બેસી કર્ણાટક ચોરી કરવા જતો હોવાનું પણ તેણે પોલીસને જણાવ્યું હતું. આ ઈસમોના રિમાન્ડમાં અન્ય મુદ્દામાલ રિકવર તથા અન્ય ગુનાઓ આચરેલ છે કે કેમ, અન્ય ઇસમોની સંડોવણી છે કે કેમ તે બાબતોની તપાસ કરાશે.

Advertisement

લાલા તળપદા અને નવઘણ તળપદાએ બ્રિજેશ અને મિતેશને નડિયાદ શહેરમાં બંધ મકાનોની માહિતી મેળવવા કામે લગાડયા હતા. જેથી બ્રિજેશ અને મિતેશે દેસાઈવગામાં ભાવેજાભાઈના ઘરની રેકી કરી, આસપાસના લોકો પાસેથી ભાવેશભાઈ બહારગામ ગયા હોવાની માહિતી મેળવી, ઘરમાં મોટો મુદ્દામાલ હોવાનું લાલા અને નવઘણને જણાવ્યું હતું. બાદમાં તા. 3 નવેમ્બરના રોજ લાલા અને નવઘણ રીક્ષામાં બેસી ચોરી કરવા આવ્યા હતા, ચોરી કરી મુદ્દામાલ સંતાડી દઈ, ચોરીમાં વપરાયેલ સાધનો તળાવમાં નાંખી, પહેરેલ કપડા સળગાવી દીધા હતા. તસ્કરો સીસીટીવીમાં કેદ થયા હોઈ પોલીસે ખુબજ ઝીણવટપૂર્વક સીસીટીવી ફૂટેજ તપાસ્યા હતા. બંનેએ મંકીકેપ પહેરેલ હોવાથી ઓળખાયા ન હતા, પણ બંનેની ચાલ, બાતમી અને લાલા તળપદાના પગમાં રહેલે બૂટમાં એક લોગો હતો. પોલીસ લાલા તળપદાના ઘરે જતા તેણે બૂટ ધોઈ નાંખ્યા હતા. લોગો એ જ પ્રકારનો હોઈ પોલીસે તેને દબોચી લઈ પુછતાછ કરતા ચોરીનો ભેદ ઉકેલાઈ ગયો હતો.

નરેશ ગનવાણી : નડિયાદ


Share

Related posts

ઝઘડિયાના રાણીપુરા નજીક ધોરીમાર્ગ પરના અકસ્માતમાં ટ્રકની નીચે ગાય ફસાઇ.

ProudOfGujarat

ભરૂચના કશક ખાતેથી પ્રોહિબિશનના ગુનાના ફરાર આરોપીને ઝડપી પાડતી અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ

ProudOfGujarat

ઘી નબીપુર એડયુકેશન એન્ડ વેલ્ફેર સોસાયટી ગેરબંધારણીય હોય વહીવટદાર નિમણુક કરવા માંગ…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!