Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરામાં દુકાનદાર પિતા-પુત્ર પર રેલ્વે કર્મચારી એ ચપ્પુ વડે કર્યો જીવલેણ હુમલો.

Share

આચારસંહિતાનાં અમલ વચ્ચે વડોદરામાં પિતા પુત્ર પર ધોળે દિવસે જ હુમલો થતા ભારે ખળભળાટ મચ્યો છે. લક્ષ્મણ ગરાસિયા નામનાં રેલવે કર્મચારીએ આ ખુની હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે. વડોદરાની ટીપી 13 વિસ્તારની મેઘધનુષ સોસાયટીનાં મહર્ષિ શોપિંગ સેન્ટર ખાતે આ ઘટના બની હતી.

જ્યાં દુકાન ચલાવતા પિતા પુત્રે લક્ષ્મણ ગરાસિયા નામના એક વ્યક્તિને ઉધાર ન આપતા ચપ્પુ વડે હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં પિતાને ગળાનાં ભાગે ગંભીર ઇજા પહોંચતા ગંભીર થયા હતા તો પુત્રને પણ ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે.

ઉધાર ન આપતાં માથાભારે રેલકર્મી ચપ્પુ વડે પિતા પુત્ર પર તૂટી પડ્યો હતો, જે બાદ ફતેગંજ પોલીસે હુમલાખોર રેલવે કર્મચારી સહિત બે ની ધરપકડ કરી છે. 22 હજારથી વધુની ઉધારી હોવાથી દુકાનદારે ઉધાર ન આપ્યું હતું, જે બાદ ઉશ્કેરાયેલા લક્ષ્મણ ગરાસિયા એ મારામારી કરી ચપ્પુ વડે હુમલો કર્યો હતો. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થતા ફતેગંજ પોલીસે હાલ ફૂટેજના આધારે વધુ તપાસ હાથધરી છે.

Advertisement

Share

Related posts

ભરૂચ : જિલ્લા ખેતીવાડી અધિકારીના અધ્યકક્ષસ્થાને નેચરલ ફામિંગ સર્ટિફિકેશન પ્રોગ્રામ(NPOP) અંર્તગત આઈસીએચ સ્ટાફની એક દીવસીય તાલીમ યોજાઈ

ProudOfGujarat

વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણી અંતર્ગત આમોદ પોલીસ આવાસના પટાંગણમાં વૃક્ષારોપણ કરાયું.

ProudOfGujarat

લીંબડી ખાતે શ્રી જીએસ કુમાર વિદ્યાલયમાં ડો. રાજેન્દ્રપ્રસાદ વિકાસ વર્તુળ કલા ઉત્સવ કાર્યક્રમ યોજાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!