Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપળા : ભાદરવા મેળામાં સોંગાડીયા નૃત્યએ આકર્ષણ જમાવ્યું.

Share

ભાદરવામા મેળામાં આદિવાસી પુરુષ યુવાનો દ્વારા સ્ત્રીનો વેશ ધારણ કરીને સોંગાડીયા નૃત્ય કરવાની વર્ષો જૂની અનોખી પ્રથા છે જે આજે પણ અવિતર પણે ચાલતી આવે છે. આજે કાર્તિકેય પૂનમે રાજપીપળામા સોંગાડીયા નૃત્યએ આકર્ષણ જમાવ્યું હતું.

રાજપીપળા આવેલા આદિવાસી યુવાનોએ સ્ત્રીનો વેશ ધારણ કરીને સોગાડીયા નૃત્ય કર્યુ હતુ. આ સોગાડીયા નૃત્ય લોકોમાં ભારે આકર્ષણનું કેન્દ્ર બન્યુ છે. જેમાં મહારાષ્ટ્રની બોર્ડર પરથી આવેલા યુવાનો સાડી પહેરીને શણગાર સજીની મેકઅપ કરીને સ્ત્રીના વેશમાં સોંગાડીયા નૃત્ય કર્યુ હતુ જે લોકોમાં ખૂબ લોકપ્રિય થયુ છે. તેમણે જણાવ્યું હતું કે મહારાષ્ટ્રમાં સૌગાડીયા નૃત્ય ખૂબ લોકપ્રિય છે. છેલ્લા ૧૦ વર્ષથી અમે આ વેશભૂષા સજાવીને ભાદરવા મેળામાં આવીએ છીએ અને સંઘ નૃત્ય કરીને ભાદરવા પહોચીને દાદાના દર્શન કરવા આવીએ છીએ તેમ જણાવ્યું હતું.

Advertisement

દીપક જગતાપ,રાજપીપળા


Share

Related posts

અમદાવાદમાં આવેલ વેજલપુરના સ્વરિત એપાર્ટમેન્ટમાં નવરાત્રિ મહોત્સવ ઊજવાયો.

ProudOfGujarat

વાગરાની દહેજ GIDC અદાણી પાવર લી. કંપનીને રેતી ખનન મામલે 16 કરોડનો દંડ ફટકારવામાં આવતા ચકચાર.

ProudOfGujarat

ગોધરામાં ભગવાન પરશુરામ જન્મોત્સવ નિમિત્તે કોરોના મુક્તિ માટે ભૂદેવો દિપ પ્રાગટય કરી ઉજવણી કરશે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!