આજે કાર્તિક પૂનમે ભાદરવા મંદિરે દર્શને ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશના ત્રણ લાખથી વધુ આદિવાસી શ્રદ્ધાળુનો માનવ મહેરામણ ઉમટયુ હતું. અહીં આજે ભાથુજી દાદા પ્રતિ શ્રદ્ધાનો અનોખો દિપ ઝગમગ્યો હતો. આજે ગોરા પૂલ નીચે આવેલ નર્મદા નદીમાં ડૂબકી લગાવી લાખો શ્રદ્ધાળુંઓએ પવિત્ર નર્મદા સ્નાન કરી ધન્યતા અનુભવી હતી.
સાચા અર્થમાં આજે આદિવાસીઓએભારે શ્રદ્ધા અને ભક્તિ ભાવ પૂર્વક દેવ દિવાળી ઉજવી હતી. દંતકથા પ્રમાણે કારતક સુદ પૂનમે સ્વયંભૂ ભાથીજી મહારાજ દેવોના દેવ ભાદરવા ડુંગર પર પ્રગટ થયા હતા. આ દિવસે તેમને જન્મજયંતિ તરીકે ઉજવાય છે. કાર્તિક પૂનમે દર્શન કરવા જતા શ્રધ્ધાળુઓ જેમજેમ ડુંગરની ટોચ ઉપર ચડતા જાય છે તેમ તેમ ભાવિકોના શરીરનો રંગ લીલો થતો જાય છે. આ ચમત્કારી અને ધાર્મિક સ્થળનુ મહત્વ દિન પ્રતિદિન વધતું જાય છે. આ ધર્મિક મેળો કારતક સુદ ચૌદશથી શરુ થાય છે અને કારતક સુદ પૂનમે મોડી રાત્રે મેળો પૂર્ણ થાય છે. આજે કાર્તિકી પૂનમે મેળામાં ગુજરાત મહારાષ્ટ્ર ખાનદેસથી પગપાળા સંઘ યાત્રાળુઓ કાગળના ઘોડાઓ સાથે ધજાઓ ફરકાવતા આવી પહોંચ્યા હતા. અહીં મેળામાં લોકોની સુવિધાઓ માટે તંત્ર દ્વારા ખાણીપીણીના દુકાનો ગોઠવાઈ હતી. મેળામાં આદિવાસીઓના પરંપરાગત પહેરવેશ, ઘરેણા, વાસણો, કપડા શેરડી જેવી અનેક ચીજ વસ્તુઓની નાની મોટી હાટડીઓ જોવા મળી હતી.
ભાદરવાના મેળામાં આદિવાસીઓ દ્વારા જવારાના સ્થાપનનુ વિશેષ મહત્વ છે. અહી મેળામાં આદિવાસી શ્રધ્ધાળુઓ જવારાના ટોપલા લઈને પોતાની બાધા પુરી કરવા આવ્યા હતા. અહી લોકો ખુશીના તેમજ બાધાના જવારાનું મંદિરે સ્થાપન કર્યું હતું. ભાદરવાનો મેળામાં આદિવાસીઓ અહી માટીના ઘોડા ખરીદી ભાથુજીદાદાના મંદિરે ઘોડો ચડાવી પોતાની બાધા પુરી કરી હતી. આજે પણ આદિવાસીઓ ઘોડાને દેવ તરીકે પુજે છે. તેથી કાગળનો ઘોડોઅને માટીના ઘોડા ખરીદી ભગવાનને અર્પણ કર્યા હતા. દેવદિવાળીએ અસંખ્ય ધોડા દેવને ચઢાવ્યા હતા. આમ આજે અહીં આદિવાસીઓની ભાથુજી દાદા પ્રત્યેની અગાધ શ્રધ્ધાના દર્શન અભિભૂત થયા હતા.
દીપક જગતાપ,રાજપીપળા
રાજપીપળા : કાર્તિક પૂનમે ભાદરવા મંદિરે દર્શનાર્થે ત્રણ લાખથી વધુ આદિવાસી શ્રદ્ધાળુઓનું માનવ મહેરામણ ઉમટયુ.
Advertisement