Proud of Gujarat
INDIAFeaturedGujarat

ગુજરાતમાં ગ્રહણ આંશિક રીતે દેખાશે, શહેરનાં મુખ્ય મંદિરોમાં દેવ દિવાળીની ઉજવણી બીજા દિવસે કરાશે.

Share

આ વિક્રમ સંવત 2079 નું પ્રથમ ગ્રહણ છે જે 220 મિનિટ સુધી મેષ રાશિ, ભરણી નક્ષત્રમાં, મીન લગ્નમાં ઉદિત થશે. આ ગ્રહણ ભારતમાં ગ્રસ્તોદય (શિક) રીતે દેખાશે જ્યારે અમેરીકા, ઓસ્ટ્રેલિયા તથા એશિયાના અન્ય દેશોમાં જોઈ શકાશે.

ગ્રહણ વિશે વધુ માહિતી આપતા જ્યોતિષી આશિષ રાવલે જણાવ્યું કે, ગ્રહણ પૂર્ણ થયા બાદ સ્નાન કરી ગરીબોને મદદ કરવી, જુના કપડા વાસણ તેમજ અન્ય ચીજ વસ્તુઓ દાન કરવી, આ ગ્રહણ દરેક રાશિના લોકોને તેમની ચંદ્ર રાશિ કેવી રહેશે તેમજ તેના ઉપાય કરવાથી રાહત સાથે લાભપ્રદ બની રહેશે. ચંદ્ર રાશિથી શુભ પરીભ્રમણ મિથુન, કન્યા, મકર, કુંભ રાશિના જાતકોએ ગ્રહણના સમયે હનુમાન ચાલીસા કે બજરંગ બાણના પાઠ કરવાથી ધનલાભ કે સરકારી લાભ મળી શકે છે. ચંદ્ર રાશિથી અશુભ પરીભ્રમણ મેષ, તુલા, કર્ક રાશિના લોકોએ આ સમયે ઓમકાર જાપ કરવો અને શક્ય હોય તો મૌન રહેવાનો પ્રયાસ કરવો જોઈએ. ચંદ્ર રાશિથી મધ્યમ પરીભ્રમણ વૃષભ, સિંહ, વૃશ્ચિક, ધન, મીન રાશિના લોકોએ ગ્રહણના સમયે ગાયત્રીમંત્રના જાપ કરવાથી રાહત મળવાની સાથે અટવાયેલા કામો થઈ શકે છે.

Advertisement

ગુરૂ નાનકની જન્મ જયંતિ પ્રકાર્શ પર્વની શહેરના તમામ ગુરૂદ્વારામાં વહેલી સવારથી જ ઉજવાણી કરાશે. થલતેજ ખાતે આવેલા ગુરૂદ્વારા ગોબિંદધામ ખાતે વહેલી સવારે 3.30 વાગ્યાથી રાતે 1.00 વાગ્યા સુધી ભજન કિર્તન યોજાશે. જેના માટે ગુરૂદ્વારા પ્રબંધક કમિટિ દ્વારા અમૃતસર, દિલ્હી અને રાયપુરથી ત્રણ અલગ અલગ જથ્થા બોલાવવામાં આવ્યા છે. જેવો સવારે અને સાંજે અલગ અલગ સમયે સબદ કિર્તન કરશે. તેની સાથે જ દિવસ દરમિયાન ગુરૂદ્વારામાં લંગરનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં તમામ ધર્મના લોકો ભાગ લઈ શકશે. એજરીતે દુધેશ્વર, સરસપુર, મણિનગર, સાબરમતી તેમજ ગાંધીનગર ખાતે આવેલા ગુરૂદ્વારામાં પણ સવારથી જ સબદ કિર્તન અને લંગરનું આયોજન કરવામાં આવ્યું છે.


Share

Related posts

ભરૂચ ફ્રેન્ડશિપ ડે સ્પેશિયલ સ્ટોરી

ProudOfGujarat

ભરૂચ : આજરોજ દશાલાડની વાડીમાં ઉકાળા તેમજ આયુર્વેદિક અને હોમિયોપેથીક દવાઓનું વિતરણ કરાયું.

ProudOfGujarat

પીરામણ ગામ માં મૂંગા પ્રાણી એ પોતાનો જીવ ગુમાવી લોકોનો જીવ બચાવ્યો, બનેલી ઘટના ની પોલીસ ફરિયાદ કરાઇ…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!