Proud of Gujarat
FeaturedGujaratINDIA

નર્મદાના ભાદરવાદેવ ખાતે આદિવાસી સંસ્કૃતિને ઉજાગર કરતો કાર્તિકી પૂનમના ભાતીગળ મેળાનો આજથી પ્રારંભ.

Share

નર્મદા જિલ્લામાં આદિવાસીઓના સૌથી મોટા ગણાતા ભાદરવાના મેળામાં કાર્તિકી પૂનમે બે દિવસનો ભવ્ય મેળો ભરાય છે. આજે પૂનમને આગલે દિવસથી આદિવાસીઓનાં પગપાળા અને વાહનોમાં સંઘો ઉમટી પડ્યા હતા. અહીં કાર્તિકી પૂનમે શ્રધ્ધાનો ભક્તિસાગર લહેરાય છે. આદિવાસી સંસ્કૃતિના સુભગ દર્શન કરાવતા કાર્તિકી પૂનમે ભાથુજીદાદાની ટેકરી પર આવેલમંદિરે દર કાર્તિકી પૂનમનો ભવ્ય મેળો ભરાય છે. જોકે કોરોનાને કારણે ગયા વર્ષે મેળા પર પ્રતિબંધ હતો. આ વર્ષે આદિવાસીઓની ભાથુજી દાદા પ્રત્યેની અગાધ શ્રદ્ધા તેમને કાર્તિકી પૂનમે ભાદરવા દેવના મંદીરે દર્શન માટે ખેંચી લાવી છે.

અહીં હજારો શ્રધ્ધાળુઓએ નર્મદામાં ડૂબકી લગાવી નર્મદા સ્નાન કરીધન્યતા અનુભવે છે. કાર્તિકી પૂનમે નર્મદા સ્નાનનું વિશેષ ધાર્મિક મહત્વ હોવાથી લોકો ખાસ નર્મદા સ્નાન કરવા આવ્યા હતા, ગઈ રાતથી ભાદરવા પહોચી ગયેલા આદિવાસીઓએ આજે વહેલી સવારે ગોરા પુલ નીચે આવેલ નર્મદા નદીમાં પવિત્ર નર્મદા સ્નાન કરીને ભાથુજી દાદાના દર્શન કરી પોતાની બાધા આખડી માનતા પુરી કરી હતી. ગઇકાલથી શરુ થયેલા જવારા સ્થાપનમાં બે દિવસમાં આજે ફૂલ 1000 થી વધુ બાધાના, ખુશીના જવારાઓનુ વિધિવત સ્થાપન મંદિરમાં કર્યુ હતુ. અહી બાધાના અને ખુશીના જવારાના સ્થાપનનું વિશેષ મહત્વ છે. અહી મેળામાં આદિવાસી શ્રધ્ધાળુઓ માથે જવારાના ટોપલા લઇને પોતાની બાધા પુરી કરવા આવે છે.

૩ ફૂટની ઉચાઇએ આવેલા ભાદરવા ટેકરી પર ભાથુજી દાદાના દર્શન કરવા અને પોતાની બાધા આખડી માનતા પુરી કરવા લાખોની સંખ્યામાં આદિવાસી શ્રધ્ધાળુઓના પગપાળા સંઘો દ્વારા માનવ મહેરામણ લાંબી કતારોમા ઉમટી પડે છે. વહેલી સવારથી ઢોલ નગારા વગાડતા કાગળના ઘોડા સાથે નાચ ગાન કરતા ભાદરવા આવી પહોચ્યા હતા. વહેલી સવારે નર્મદા સ્નાન કરી ભાથીજી દાદાના મંદિરે માથા ટેકી સફેદ કાપડનો શણગારેલો ઘોડો પ્રસાદ, નાળીયેર વગેરે ચડાવી પોતાની બાધા આખડી માનતા પૂરી કરી હતી. બાધાના તેમજ ખુશીના જવારા ચાઢાવી ભાથીજી દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

કાલે દેવદિવાળી પણ હોવાથી આદિવાસીઓ અહી ભારે શ્રધ્ધા અને ભક્તિભાવ પૂર્વક અહીમાટીના ઘોડા ખરીદી ભાથુજી દાદાના મંદિરે ઘોડો ચડાવી પોતાની બાધા પુરી કરવાની માન્યતા હોઈ દેવદિવાળીએ માટીના ઘોડા દાદાને અર્પણ કરશે. અહી આદિવાસીઓ ઘોડાને દેવ તરીકે પુજે છે તેથી કાગળનો ઘોડો બનાવીને તો કેટલાક માટીના ઘોડા ખરીદી ભગવનને અર્પણ કરે છે. દેવદિવાળીએ અસંખ્ય ઘોડા દેવને ચઢાવાશે. અહી ભાથુજી
દાદા પ્રત્યેની અગાધ શ્રધ્ધાના દર્શન અભિભૂત થાય છે.

દીપક જગતાપ, રાજપીપલા

Advertisement

Share

Related posts

ઉત્તરાખંડમાં સર્જાયેલી દુર્ઘટનામાં રાજ્ય સરકાર સતત ઉત્તરાખંડ સરકારના સંપર્કમાં, ઇમરજન્સી નંબર કર્યો જાહેર

ProudOfGujarat

વડોદરા : કરજણ તાલુકાના ગણપતપૂરા ગામે કોરોનાના લીધે મૃત્યુ થયા હોય તે તમામ પરિવારોને મળીને આશ્વાસન આપ્યું.

ProudOfGujarat

મુંબઈમાં એક સાથે ચાર કાર અને એમ્બ્યુલન્સની ટક્કર, પાંચના મોત, ત્રણ ગંભીર રીતે ઘાયલ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!