માંગરોળ તાલુકાના વાંકલ ગામે શાલીગ્રામ અને તુલસી વિવાહનો પ્રસંગ હતો, આ તુલસી વિવાહમાં શાલીગ્રામ પંકજભાઈ ભગુભાઈ પટેલના ઘરેથી પ્રવીણભાઈ રણછોડભાઈ મોદીના ઘરે વિવાહનો પ્રસંગ રાખવામાં આવ્યો હતો. ગામના મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. તુલસીનું બીજું નામ વૃંદા પૌરાણિક કથા જલંદર નામના અસુરનો વધ ભગવાન વિષ્ણુને જલંધરની પત્ની સતી વૃંદાનું સતીત્વ અભણ કર્યું હતું અને અસુર રાક્ષસ જલંધર હણાયો હતો જેને લઈ સતિ વૃંદા ભગવાન વિષ્ણુને પથ્થર બનવાનું શાપ આપ્યો જલંધરની પત્ની સતી ભગવાન વિષ્ણુ પથ્થર સ્વરૂપમાં આવી ગયા હતા એટલે કે તુલસીનો શાપ સાંભળી દેવ, ઋષિઓ એ સતિ વૃંદાને વિનંતી કરી હતી. આથી ભગવાનની માફી માંગી હતી પરંતુ વિષ્ણુ ભગવાન વૃંદા ભક્તિથી પરિચિત હતા માટે તેમના આશીર્વાદ આપ્યા કે તમે તુલસીના છોડ તરીકે અવતરણ પામશો અને હું જ્યારે પથ્થર હોઇશ ત્યારે તમારી સાથે લગ્ન કરીશ તેમ જ તમારી હાજરી વગર ક્યારેય ભોજન નહીં કરું આ પ્રસંગ પછી ભગવાન વિષ્ણુ શાલીગ્રામ સર્વે પ્રગટ થયા અને તુલસી તરીકે પામ્યા બંનેના લગ્ન કરાવવામાં આવ્યા હતા. ભગવાન વિષ્ણુ તુલસીના પાન વગર ભોજન સ્વીકારતા નથી ત્યારથી તુલસી વિવાહનો પ્રસંગ ઉજવવામાં આવે છે જેને લઇ વાંકલ બજાર પંકજભાઈ પટેલના ઘરેથી વરઘોડો કાઢવામાં આવ્યો હતો. લગ્ન પ્રસંગ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો.
વિનોદ મૈસૂરિયા : વાંકલ