બનાવ અંગેની પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વર શહેર પોલીસ મથકના કર્મીઓ પેટ્રોલીંગમાં હતા દરમિયાન ઓ.એન.જી.સી ગેટ પાસે મોબાઈલ સ્નેચિંગનો બનાવ બન્યો હતો, જે બાદ પબ્લિકના માણસોની મદદથી પોલીસ દ્વારા ત્વરિત એક્શન લઇ મોબાઈલ સ્નેચિંગના ગુનામાં એક આરોપીને પોલીસે ઝડપી પાડ્યો હતો.
અંકલેશ્વર શહેર પોલીસે મામલે ઝઘડિયાના માલપોર ગામ ખાતે રહેતો અનીલભાઈ હસમુખભાઈ વસાવા નામના ઇસમને ઝડપી પાડી તેની પાસેથી સ્નેચિંગ થયેલ અલગ અલગ કંપનીના કુલ ૧૩ જેટલા મોબાઈલ ફોન સહિત એક મોટરસાયકલ મળી કુલ ૧,૦૬,૫૦૦ નો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.
મોબાઈલ સ્નેચિંગની ઘટનાને આરોપીઓ જે લોકો વાહનમાં જતા હોય અથવા જે ફોન પર વાત કરતા જતા હોય તેવા લોકોને આ આરોપીઓ ટાર્ગેટ બનાવતા હતા અને બાદમાં સ્નેચિંગ કરેલા મોબાઈલ ફોનને ગામમાં નજીવી કિંમતે પોતાને પૈસાની જરૂર હોય તેમ કહી વેચાણ કરી દેતા હતા, જે બાદ આખરે અંકલેશ્વર શહેર પોલીસે આરોપીની ધરપકડ કરી મામલે અન્ય એક ઈસમ સતીષભાઇ રાજુભાઇ વસાવા નાઓને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.
હારુન પટેલ : ભરુચ
મો. : 99252 22744