ભરૂચના પૂર્વ પટ્ટી વિસ્તારમાં આવેલ નાંદ ગામના સ્થાનિકોએ તંત્રમાં આવેદનપત્ર પાઠવી રજુઆત કરી છે, સ્થાનિકોએ આવેદનમાં જણાવ્યું છે કે તેઓના વિસ્તારમાં આવેલ નર્મદા નદીમાં હજારોની સંખ્યામાં વૃક્ષોના પાતરા દારખા કાપી તેના ભાડા બનાવી નર્મદા નદીમાં નાંખવામાં આવ્યા છે અને જેના થકી જીંગા પકડવામાં આવી રહ્યા છે,આટલા મોટા પ્રમાણમાં નાખવામાં આવતા જાખરાના કારણે નર્મદા નદીને નુક્શાન થતું હોવાનું જણાવવામાં આવ્યું છે.
નાંદ ગામના સ્થાનિકોનું જણાવવું છે કે હજારોની સંખ્યામાં નર્મદા નદીમાં નાખવામાં આવેલ ઝાખરાના કારણે નર્મદા નદીનું પુરાણ થઇ રહ્યું છે અને નદી ઝઘડિયાના તરસાલી ગામ તરફ વળી રહી છે, સાથે સાથે ઝાખરાના કારણે નદીમાં પ્રદુષણ પણ વધી રહ્યું છે, આજ પ્રકારે જો નદીમાં ઝાખરા નાંખી જીંગા પકડવાની કામગીરી ચાલતી રહી તો ભવિષ્યમાં નદીનું પુરાણ થવું શક્ય બની શકે છે.
સ્થાનિકોએ મામલે નાંદ ગામ સભામાં ઠરાવ પસાર કરી તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે આ પ્રકારની ચાલતી કામગીરી બંધ કરાવવામાં આવે તેવી માંગ સાથે ભરૂચ જિલ્લા કલેક્ટર, ગુજરાત પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ ભરૂચ તેમજ ભરૂચ જિલ્લા પોલીસ વડાને લેખિતમાં જાણ કરી છે.
હારુન પટેલ : ભરૂચ
મો. : 99252 22744