Proud of Gujarat
FeaturedGujaratINDIA

નડિયાદ : દિવ્યાંગ અને વરિષ્ઠ મતદારો માટે મતદાન મથકોએ વિશેષ સુવિધા ઊભી કરાશે.

Share

ગુજરાત વિધાનસભા સામાન્ય ચુંટણી-૨૦૨૨ના કાર્યક્રમની ચુંટણી પંચ દ્વારા જાહેરાત કરવામાં આવી છે. જે મુજબ ખેડા જિલ્લાના છ વિધાનસભા મતદાર વિભાગોની સામાન્ય ચુંટણી તા.૫ ડિસેમ્બરના રોજ યોજાનાર છે એમ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર કે.એલ.બચાણી જણાવ્યું છે.

જિલ્લા ચૂંટણી અધિકારી કે.એલ.બચાણીએ જણાવ્યું કે શહેર જિલ્લાની છ બેઠકોની ચુંટણી મુક્ત, ન્યાયી અને નિષ્પક્ષ વાતાવરણમાં યોજાય તે માટે ચૂંટણી તંત્ર સજ્જ બન્યું છે. ચૂંટણી દરમ્યાન ચૂંટણી પંચની માર્ગદર્શિકા મુજબ આદર્શ આચાર સંહિતાનો ચુસ્ત અમલ કરવામાં આવશે. તેમણે ઉમેર્યું કે જિલ્લામાં તા. ૦૧/૦૧/૨૦૨૨ અને તા.૦૧/૧૦/૨૦૨૨ની સ્થિતિએ લાયકાત ધરાવતા મતદારોની નોંધણી માટે ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેની આખરી મતદારયાદીની પ્રસિધ્ધી તા.૧૦/૧૦/૨૦૨૨ ના રોજ કરવામાં આવતા જિલ્લામાં પુરુષ મતદારો- ૦૮,૧૬,૧૧૮ સ્ત્રી મતદારો- ૦૭,૮૪,૭૨૦ અન્ય મતદારો-૮૭ સહિત કુલ -૧૬,૦૦,૯૨૫ મતદારો નોંધાયા છે .જે પૈકી ૧૮-૧૯ વર્ષના મતદારોની સંખ્યા ૩૯,૩૩૫, ૨૦-૨૯ વર્ષના મતદારોની સંખ્યા ૩,૪૦,૮૧૦ સહિત યુવા મતદારોની કુલ સંખ્યા- ૩,૮૦,૧૪૫ છે. શહેર જિલ્લામાં ૮૦+ વર્ષના મતદારોની સંખ્યા – ૩૦,૦૩૮ દિવ્યાંગ મતદારોની સંખ્યા – ૨૪,૦૯૪ સેવા મતદારોની સંખ્યા- ૬૬૧ છે.

Advertisement

મતદાન મથક :
ખેડા જિલ્લામાં કુલ છ વિધાનસભા મતદાર વિભાગોના કુલ મતદાન મથકોની સંખ્યા – ૧૭૪૪ છે. કે.એલ.બચાણીએ જણાવ્યું કે, ચુંટણી પંચની સુચના મુજબ સખી મતદાન મથકો ( All women managed PS) –૪૨ (દરેક વિધાનસભા દિઠ -૭),PwD સ્ટાફ દ્વારા સંચાલિત મતદાન મથકોની સંખ્યા -૦૬ (દરેક વિધાનસભા દિઠ -૧) મોડલ મતદાન મથકોની સંખ્યા- ૦૬ (દરેક વિધાનસભા દિઠ -૧), ઇકો ફ્રેંડલી મતદાન મથકો-૦૬ (દરેક વિધાનસભા દિઠ -૧) કે.એલ.બચાણીએ જણાવ્યું કે, મહેમદાવાદ તાલુકાનું દેવકી વણસોલ મતદાન મથક યુવા મતદાન મથક તરીકે સંચાલિત કરવામાં આવશે. આ મતદાન મથક્માં ૨૫-૩૦ વર્ષની આયુ ધરાવતાં મતદાન મથક સ્ટાફ દ્વારા એક મતદાન મથક જિલ્લામાં રાખવામાં આવશે. દરેક મતદાન મથક પર મતદાર સહાયતા કેન્દ્ર ઊભા કરવામાં આવશે.

વધુમાં બચાણીએ જણાવ્યું કે, તા. ૧૦/૧૧/૨૦૨૨ ના રોજ મતદાન પ્રક્રિયાનુ જાહેરનામું બહાર પડયા બાદ મતદાનની પ્રક્રિયા શરૂ થશે. તા. ૧૭/૧૧/૨૦૨૨ સુધી ફોર્મ લેવામાં આવશે.૧૮/૧૧/૨૦૨૨ ના રોજ મતપત્રોની ચકાસણી કરવામાં આવશે.તા.૨૧/૧૧/૨૦૨૨ એ ફોર્મ પરત લેવાની છેલ્લી તારીખ હશે. તેમ બચાણીએ જણાવ્યું હતું. સાથોસાથ કલેકટર એ જણાવ્યું કે, ૦૫/૧૨/૨૦૨૨ ના રોજ નિયત સમયે મતગણતરી આઇ.વી.પટેલ કોમર્સ કોલેજ ખાતે કરવામાં આવશે. જિલ્લામાં એક પણ ઓકઝીલારી મતદાન મથક નથી તેમ બચાણીએ જણાવ્યું હતું.

વધુમાં કલેકટર એ જણાવ્યું કે, આઝાદી કા અમ્રૃત મહોત્સવ હેઠળ ૬૦+ તેમજ દિવ્યાંગ મતદારો મતદાન કર્યા પછી તેમના હેલ્થ ચેકઅપનું આયોજન કરવામાં આવશે. હેલ્થ ચેકઅપ વાળા મતદાન મથકોની સંખ્યા કુલ ખેડા જિલ્લામાં ૭૫ છે. કલેકટર એ વધુમાં જણાવ્યું કે, ખેડા જિલ્લામાં ૧૭૪૪ મતદાન મથકો છે. જેમાં ૮૭૨ મતદાન મથકોમાં લાઇવ વેબકાસ્ટીંગથી કાર્યવાહી મોનીટરીંગ કરવામાં આવશે.આ કાર્યવાહીમાં ૬૩૭૦ જેટલાં લોકો ચૂંટણી સ્ટાફ તરીકે નિયત કરવામાં આવ્યાં છે. કપડવંજમાં સૌથી વધુ મતદાન મથકો ૩૩૩ છે જયારે નડિયાદમાં સૌથી ઓછા ૨૫૩ મતદાન મથકો છે. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી મેહુલ દવે, જિલ્લા પોલીસ અધિક્ષક રાજેશ ગઢીયા, જિલ્લા ચૂંટણી અધિકારી ધર્મેન્દ્ર સિંહ ચૌહાણ તેમજ મોટી સંખ્યામાં પત્રકારો હાજર રહ્યા હતા.

નરેશ ગનવાણી : નડિયાદ


Share

Related posts

હાલોલ: શિવરાજપુરના નવી ભાટ ગામ પાસે કારમા વડોદરાના પરિવારે સામુહિક આત્મહત્યા કરતા ચકચાર

ProudOfGujarat

અંકલેશ્વર: ગુજરાત ગેસના કોન્ટ્રાકટર સુરક્ષા પ્રત્યે ઉદાસીન,ખોદકામની જગ્યાએ સેફટી અને અગ્નિશામક સાધનોની વ્યવસ્થાનો અભાવ…

ProudOfGujarat

અંકલેશ્વર જીઆઇડીસી માં મુસ્કાન સ્પા પાર્લરની આડમાં ચાલતા દેહ વ્યાપારનો પર્દાફાશ કરતી પોલીસ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!