મહેમદાવાદ પંથકના મોદજ ગામે રહેતા અને નેશનલ મોનુમેન્ટસ ઓથોરિટી મિન્સટ્રી ઓફ કલ્ચર ગવર્મેન્ટ ઓફ ઈન્ડિયાના એડીશનલ સેક્રેટરી તરીકે ફરજ બજાવતા અધિકારીના મોબાઈલ પર મેસેજ દ્વારા આવેલી SBI ની ડમી સાઈટ ખોલી વિગતો અપલોડ કરાવી રૂપિયા ૨.૨૪ લાખ ખાતામાંથી ઉઠાવી લેનાર બે વ્યક્તિઓને મહેમદાવાદ પોલીસે પકડી પાડી કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસ ઇન્સ્પેક્ટર એચ.વી.સીસારા નાઓએ તપાસ ટીમ બનાવી ટેકનીકલ અને હ્યુમન સોર્સ આધારે તથા બેન્કમાંથી કેટલીક વિગતો એકત્રિત કરી તપાસ કરતા ઝારખંડની જામતારા ગેંગના મુખ્ય સુત્રધારોએ ફરીયાદીને કોલ કરી ઓ.ટી.પી. મેળવી અલગ અલગ બેંક ખાતામાંથી પૈસા ટ્રાન્સફર કર્યા હોવાનું બહાર આવ્યું હતું. ધરી જેથી ટેક્નીકલ તથા હ્યુમન સોર્સથી તપાસ કરતા ટ્રાન્સફર થયેલ નાંણા રાજસ્થાન હરિયાણા બોર્ડર ઉપરના ચુરૂ જીલ્લાના બે ખાતાધારકોના ખાતામાં ટ્રાન્જેકશન થયેલ જે આધારે પોલીસની એક ટીમ રાજસ્થાન રાજ્યના ચુરૂ જીલ્લામાં મોકલી બંને ખાતાધારકોને પકડી પોલીસ સ્ટેશને લાવી પુછપરછ કરતા ભાનીરામ ઓમ પ્રકાશ સોની તથા વિમલ ચીરંજીલાલ સોની હોવાનું બહાર આવ્યું હતું. પોલીસની વધુ પૂછપરછમાં આ બંને માસ્ટર ડીગ્રી ધરાવે છે અને અલગ અલગ બેંકોમાં એકાઉન્ટ ધરાવે છે. તેઓએ ક્રેડીટ કાર્ડ ચુરૂ જીલ્લાના તેમના મિત્ર અમીતસીંગ રાઠોડને સીબીલ સુધારવાના હેતુથી આપેલ હતા અને બદલામાં ભાડુ મેળવતા હતા જે બંને ઇસમોની ધરપકડ કરવામાં આવેલ છે. બંને આરોપીઓ ઝારખંડની ગેંગના ક્યા ઇસમને મળેલા છે ? ખાતા ભાડે રાખનાર કોણ છે ? બેંકના કોઇ કર્મચારીની સંડોવણી છે કે કેમ ? જે બાબતે તપાસ માટે પોલીસે રિમાન્ડની તજવીજ હાથ ધરી છે.
નરેશ ગનવાણી : નડિયાદ