બનાવ અંગેની મળતી માહિતી અનુસાર ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના રવીદ્રા ગામ ખાતેના પાદરમાં બે ઈસમો વચ્ચે અંગત અદાવતમાં થયેલ ઝઘડા અંગેનો વીડિયો સોશિયલ મિડિયામાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે, જેમાં એક કાર ચાલક ઈસમ પોતાની કાર હંકારી લાવી સામે વાળા ઈસમ ઉપર ચઢાવી દેતા હોવાના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે, ગામના પાદર વચ્ચે સર્જાયેલ બંને ઈસમોના દંગલનો મામલો પોલીસ મથકે પહોંચ્યો છે.
અંકલેશ્વરના રવીદ્રા ગામ ખાતે રહેતા સલીમ ઈબ્રાહીમ ભૈયાત દ્વારા પોલીસ ફરિયાદ આપવામાં આવી છે કે રવીદ્રા ગામના તળાવ પાસે તેઓના મિત્રો સાથે ચાલતા જઈ રહ્યા હતા તે જ દરમિયાન ગામમાં જ રહેતા ઝાબીર ગુલામ પટેલ પોતાની ફોરવ્હીલ થાર ગાડી પાદર તરફથી તેઓની તરફ પુર ઝડપે હંકારી લાવી અને તેઓ પાસેથી પસાર થયો હતો, જે બાદ સલીમ ભાઈએ ઝાબીરને બૂમ પાડી કહ્યું હતું કે તું મારી ઉપર કેમ ગાડી ચઢાવી રહ્યો છે જે અંગેનું કહેતા ઉશ્કેરાયેલા ઝાબીરે કારમાંથી લાકડાનો સપાટો કાઢી લાવી સલીમ ભૈયાતના પગના ભાગે હુમલો કર્યો હતો.
અંગત અદાવતમાં થયેલ બંને ઈસમો વચ્ચેના ઝઘડામાં ઘાયલ સલીમ ભૈયાતને ઇજાઓ થતા તેઓને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા તેમજ મામલે પાનોલી પોલીસ મથકે જાણ કરતા પોલીસે ફરિયાદ નોંધી સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.
હારુન પટેલ : ભરુચ
મો. : 99252 22744