મોરબી કેબલ બ્રિજ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા દિવંગત નાગરિકોને નર્મદા વહીવટી તંત્ર દ્વારા પ્રાર્થના સભાનુ આયોજન કરી ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ હતી. નર્મદા જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા કલેકટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ શ્વેતા તેવતિયાની ઉપસ્થિતિમાં જિલ્લા મહેસુલી-વહીવટી તંત્રના અધિકારી, કર્મચારીઓ દ્વારા પ્રાર્થનાસભા યોજીને દિવંગત નાગરિકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવાની સાથે બે મિનિટનુ મૌન પાળી દિવંગત આત્માઓને શાંતિ મળે તે માટે પ્રાર્થના કરવામાં હતી.
આ સાથે જ નર્મદા જિલ્લા પંચાયત ખાતે જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુની ઉપસ્થિતિમાં જિલ્લા પંચાયતના તમામ વિભાગના અધિકારી, કર્મચારીઓ દ્વારા તથા જિલ્લાની પાંચેય તાલુકા પંચાયત તેમજ ગ્રામ પંચાયતના કર્મીઓ દ્વારા તેમજ જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબેની ઉપસ્થિતિમાં જિલ્લા પોલીસ તંત્રના પોલીસ અધિકારીઓ/કર્મચારીઓ તથા તમામ પોલીસ સ્ટેશન ખાતે પોલીસ અધિકારીઓ-જવાનોએ તેમજ રાજપીપલા નગરપાલિકા ખાતે નગરપાલિકા પ્રમુખ કુલદિપસિંહ ગોહિલ અને ચીફ ઓફિસર રાહુલ ઢોડીયા, નર્મદા જિલ્લાના તમામ સરકારી વિભાગો ધ્વારા પણ પોત-પોતાના કાર્યાલયમાં મૌન પાળી દિવંગત આત્માઓને શાંતિ મળે તે માટે પ્રાર્થના કરવામા આવી હતી.
દીપક જગતાપ, રાજપીપલા
મોરબીની દુર્ઘટનામાં જીવ ગુમાવનારા નાગરિકોને નર્મદા જિલ્લા વહીવટી તંત્રએ અર્પી ભાવભીની શ્રદ્ધાંજલિ.
Advertisement