માંગરોળ તાલુકાના ઝંખવાવ ગામે પૂર્વ કેબિનેટ મંત્રી ગણપતભાઈ વસાવાના હસ્તે માંગરોળ અને ઉમરપાડા તાલુકાની 102 ગ્રામ પંચાયતોના ચૂંટાયેલા પ્રતિનિધિઓને વિકાસ કામો માટે 21 કરોડના મંજૂરી પત્રો એનાયત કરાયા હતા.
આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સીધા માર્ગદર્શન હેઠળ સરકારના આદિજાતિ વિભાગ દ્વારા માંગરોળ અને ઉમરપાડા તાલુકાના કુલ 102 જેટલા ગામોમાં રસ્તા ગટર, વીજળી, પાઇપલાઇન સહિતના વિકાસ માટે એક ગ્રામ પંચાયતને રૂ. 20,38,000 ની ફાળવણી કરવામાં આવી છે. કુલ 102 જેટલી ગ્રામ પંચાયતના ચૂંટાયેલા પ્રતિનિધિઓને વિકાસ કામોના મંજૂરી પત્રો ગણપતભાઈ વસાવાના હસ્તે આપવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપના મહામંત્રી દીપકભાઈ વસાવા, સિંચાઈ સમિતિના અધ્યક્ષ અફઝલ ખાન પઠાણ, જિલ્લા પંચાયત દંડક દિનેશભાઈ સુરતી, તાલુકા પંચાયત પ્રમુખ ચંદનબેન ગામીત, કારોબારી અધ્યક્ષ મહાવીરસિંહ પરમાર, તાલુકા પંચાયત સદસ્ય ડોક્ટર યુવરાજસિંહ સોનારીયા, સામસિંગભાઈ વસાવા સહિતના આગેવાનો અને માંગરોળ ઉમરપાડા તાલુકાની 102 ગ્રામ પંચાયતના ચૂંટાયેલા પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.
વિનોદ મૈસુરિયા : વાંકલ