મોરબીમાં ઝુલતા પુલ દુર્ઘટનામાં અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે, તેવામાં હવે વડોદરાનું તંત્ર પણ એલર્ટ બન્યું છે. વડોદરા મ્યુનિસિપલ કમિશ્નર એ કામાટીબાગના સંકલ્પભુમી પાસે વિશ્વામિત્રી નદી પર બનેલા કેબલ બ્રિજના મોનીટરીંગની સૂચનાઓ અપાઈ છે, કોર્પોરેશનના 4 ઉચ્ચ અધિકારીઓ કમાટી બાગ પહોંચ્યા હતા જે બાદ અધિકારીઓ કરી બ્રિજની સ્ટેબેલીટી સહીતની ચકાસણી કરી રહ્યા છે, અને મોનીટરીંગનો રિપોર્ટ મ્યુનિસિપલ કમિશ્નરને આપવામાં આવશે તેમ જાણવા મળ્યું છે, સાથે સાથે સિક્યુરિટી ગોઠવી મોટી સંખ્યામાં બ્રિજ પર જતાં સહેલાણીઓને પણ રોકવામાં આવી રહ્યા છે. તેમજ પ્રમાણસર લોકોને બ્રિજ પર અવરજવર માટે પરવાનગી અપાઈ રહી છે.
કમાટીબાગ મધ્ય ગુજરાતનો સૌથી મોટો બાગ છે, અને તહેવારોમાં દિવસના હજારો સહેલાણીઓ બ્રિજ પરથી પસાર થઈ રહ્યા છે. સયાજીરાવ ગાયકવાડે આજ જગ્યાએ ઝૂલતો પુલ બનાવ્યો હતો જે 1964 માં ફુગ્ગા અગિયારસના દિવસે ભારે ભીડને કારણે તૂટી પડયો હતો જેમાં 10 લોકોને ગંભીર ઇજાઓ પણ થઇ હતી.
જે બાદ 13 કરોડના ખર્ચે 2016 માં આ સ્થળે કેબલ બ્રિજ બનાવાયો છે. આ કેબલ બ્રિજ બાલભવનથી કમાટીબાગ ઝુ ને જોડી રહ્યો છે. 110 મીટર લાંબો અને 4.75 મીટર પહોળો બ્રિજમાં 11 જેટલા કેબલનો ઉપયોગ જેમાં 28.5 મીટરના થાંભલા ઉભા કરાયા છે, કેબલ બ્રિજ પરથી અંદાજીત 1000 લોકો અવરજવર કરી શકે છે.