Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ વિધાનસભા બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે માજી નગર સેવક મનહર પરમારની પસંદગી કરવામાં આવતા સમર્થકોમાં ઉત્સાહનો માહોલ.

Share

ગુજરાત વિધાનસભાની ચુંટણીઓને હવે ગણતરીના દિવસોમાં જાહેર થઈ શકે છે, તેવામાં વિવિધ રાજકીય પક્ષો વિવિધ વિધાનસભા મત વિસ્તારોમાં પોતામાં ઉમેદવારોની જાહેરાત કરવામાં લાગ્યા છે, ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓમાં ઉમેદવારો જાહેર કરવાની રણનીતિમાં આમ આદમી પાર્ટી સૌથી મોખરે જોવા મળી રહી છે, તેવામાં આજે આપ દ્વારા પોતાના પાર્ટીના ઉમેદવારોની આઠમી યાદીને સત્તાવાર જાહેરાત કરાઈ હતી.

આમ આદમી પાર્ટી દ્વારા આજે જાહેર કરાયેલા આઠમી સત્તાવાર વિધાનસભા ઉમેદવારોની યાદીમાં ભરૂચ વિધાનસભા બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે ભરૂચ નગરપાલિકાના માજી પાલીકા સભ્ય મનહરભાઈ પરમારની સત્તાવાર રીતે આજે જાહેરાત કરવામાં આવતા તેઓના સમર્થકોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો, તો સાથે સાથે આપ દ્વારા મનહર પરમારને ટીકીટની જાહેરાત કરતાંની સાથે જ ભરૂચ વિધાનસભાના રાજકીય માહોલમાં પણ ગરમાવો જોવા મળ્યો હતો, તો જંબુસર વિધાનસભા બેઠકના આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે સાજીદ રેહાનની પાર્ટી દ્વારા પસંદગી કરવામાં આવતા તેઓના સમર્થકોમાં પણ ઉત્સાહનો માહોલ છવાયેલો જોવા મળ્યો હતો.

Advertisement

મહત્વની બાબત છે કે મનહરભાઈ પરમાર પોતાની રાજકીય શરૂઆતમાં જ પ્રથમ ભરૂચ નગરપાલિકાના વોર્ડ નંબર ૮ ઉપરથી અપક્ષ ઉમેદવાર તરીકે જીત હાંસિલ કરી તેઓએ પાંચ વર્ષ સુધી નગરપાલિકા સભ્ય તરીકેની ફરજ બનાવી હતી. જોકે બીજી ટમમાં તેઓને હારનો સામનો કરવો પડયો હતો, જે બાદ રાજકીય માહોલથી થોડા દૂર ખસી ગયેલા મનહરભાઈ પરમાર ફરી એકવાર સક્રિય થયા હતા અને હવે તેઓ આમ આદમી પાર્ટીના ભરૂચ વિધાનસભા બેઠક પરના ઉમેદવાર તરીકે જાહેર થતા જ રાજકીય માહોલમાં પણ ગરમાવો આવ્યો છે.

આમ આદમી પાર્ટીએ ભરૂચ બેઠક પર મનહર પરમારને ટીકીટ આપી ભાજપ-કોંગ્રેસ માટે પણ પડકાર ઉભો કર્યો છે, મનહર પરમાર ગત વિધાનસભા ચૂંટણીઓમાં કોંગ્રેસના ઉમેદવાર બને તેવી ચર્ચાઓ પણ ખૂબ ચાલી હતી પરંતુ તેઓને ટીકીટ ન મળી હતી જોકે મનહર પરમારની વિધાનસભા ચૂંટણી લડવાની ઈચ્છા અને તકને આમ આદમી પાર્ટીએ ઝડપી લઇ આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતારતા જ રાજકીય સમીકરણો બદલી નાખ્યા છે.

હારુન પટેલ : ભરુચ
મો. : 99252 22744


Share

Related posts

ભરૂચ રેલવે સ્ટેશન પર અજાણ્યા આધેડનું કુદરતી બીમારીથી મૃત્યુ.

ProudOfGujarat

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ગુજરાતના પ્રવાસે ચૂંટણી ટાળે આ મુલાકાત મહત્વની ! જાણો કેવી રીતે…….

ProudOfGujarat

રાજપીપળા : નાંદોદ તાલુકાના માંગરોળ ગામે 1100 ફૂટ લાંબી ચુંદડી નર્મદા મૈયાને અર્પણ કરાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!