મોરબીમાં મચ્છુ કાંઠે જળ દુર્ઘટનાની જાણ થતાં જ વહીવટી તંત્ર સાથે સંકલનમાં રહી વડોદરાthi એન. ડી.આર.એફ. ૫ ટીમો રાત્રે રવાના કરવામાં આવી હતી અને તાલીમબદ્ધ અને કુશળ જવાનોએ વિવિધ પ્રકારની સાધન સુવિધાઓની મદદથી અસરગ્રસ્તોની શોધ અને બચાવની કામગીરી હાથ ધરી હતી. આ ટુકડીઓ સ્થાનિક લોકો અને અન્ય બચાવ દળો સાથે સંકલનમાં રહીને કામગીરી કરી રહી છે.
5 પૈકી બે ટુકડીઓને હવાઈ માર્ગે અને 3 ટુકડીઓ રસ્તા માર્ગે શોધ અને બચાવના સાધનો, રબર બોટ્સ સાથે દુર્ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. આ પહેલા મોરબીમાં સર્જાયેલ દુર્ઘટનામાં રેસ્ક્યુની કામગીરી માટે વડોદરાથી ફાયર બ્રિગેડના 17 જવાનોની ટીમ મોરબી પહોંચી હતી. આ ટીમ પાસે અંડર વોટર જોઈ શકાય તેવા કેમેરા પણ છે. મોરબીમાં ગઈકાલે સાંજે મચ્છુ નદી પર આવેલી ઝૂલતો પુલ તૂટવાની દુર્ઘટના સર્જાઈ હતી. આ દુર્ઘટનામાં 190 લોકોના મોત થયા છે અને અનેક લોકો ઘાયલ થયા છે. આ ઘટના બાદ રાજ્યભરમાંથી ટીમો બચાવ કામગીરી માટે મોરબી પહોંચી છે.
વડોદરાથી NDRF ની 5 ટીમ મોરબીના મચ્છુ કાંઠે પહોંચી.
Advertisement