Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઉમરપાડાના વાડી ગામે ગ્રામીણ ઓલિમ્પિક યોજાઈ.

Share

ઉમરપાડાના વાડી ગામે ગ્રામીણ ઓલિમ્પિકનું આયોજન કરાયું હતું. છેલ્લા 35 વર્ષથી આ રીતે રમતોત્સવનું આયોજન કરવામાં આવે છે. વાડી ગામનાં પ્રાથમિક શાળાથી આ રમતોત્સવની શરૂ કરાઈ હતી.

આદિજાતિ વિકાસ વિભાગ અને રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર તેમજ સહારા માનવ કલ્યાણ ટ્રસ્ટ દ્વારા ગ્રામીણ ઓલિમ્પિકસનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં રાજ્યનાં અનેક જિલ્લામાંથી 120 થી વધુ ટીમોએ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો. મહારાષ્ટ્ર, બરોડા, અમદાવાદથી પણ કબડ્ડી રમવા માટે આવ્યા હતા.

ભર તાપમાં પણ સ્પર્ધકોનો ઉત્સાહ અડગ જોવા મળ્યો હતો.પૂર્વ કેબિનેટ મંત્રી ગણપતસિંહ વસાવા, રિતેશ વસાવા, સાંસદ પ્રભુ વસાવા, દિનેશ સુરતી, અફઝલ પઠાણ, ઉમરપાડા તાલુકા પ્રમુખ શારદા ચૌધરી, જિલ્લાનાં અનેક હોદ્દેદારો હાજર રહ્યા હતા.

Advertisement

વિનોદ મૈસુરીયા : વાંકલ


Share

Related posts

રાજપીપલા ખાતે “આંતરાષ્ટ્રિય વિકલાંગ દિન”ની થયેલી ઉજવણી.

ProudOfGujarat

અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં ઉભેલા હાઇવામાં આગ ફાટી નીકળતા દોડધામ, ફાયર વિભાગે આગ પર મેળવ્યો કાબુ

ProudOfGujarat

ઝઘડીયા GIDC મા કન્સ્ટ્રક્સનનું કામ કરવું હોય તો રૂપિયા પાંચલાખની માંગણી કરાઈ નહીં તો જાનથી મારી નાખવાની ધમકી… ઝઘડિયા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!