નેત્રંગ તાલુકાના ઊંડી ગામના ઉર્મિલાબેન દલુભાઈ વસાવા સામજિક કાર્યકર્તા તરીકે સેવા નિભાવે છે જેઓ તાલુકામાં આદિવાસી સમાજની મહિલાઓને વિવિધ રીતે મદદ કરતા હોય છે ત્યારે તાલુકાના ઢેબાર ગામના ત્રણ વ્યક્તિ માનસિક અસ્થિર હોય માતાએ સેવાભાવી એવા ઉર્મિલાબેન વસાવાને જાણ કરી તેઓની મદદ માંગી હતી જેના પગલે તેઓ તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા અને ત્રણેય ભાઈઓને વડોદરા મેન્ટલ હોસ્પિટલ સારવાર માટે ખસેડ્યા હતા જેઓની સારવાર બાદ તેઓ સ્વસ્થ થતા હોસ્પિટલમાંથી ડીસ્ચાર્જ આપવામાં આવ્યું હતું અને ઉર્મિલાબેન વસાવા ત્રણેય ભાઈઓને તેઓની માતાને સોપતા લાગણી સભર દ્રશ્યો સર્જાયા હતા માતાએ ઉર્મિલાબેનનો આભાર વ્યક્ત કર્યો હતો અને મહિલા સામાજિક કાર્યકરે માનવતાનું કામ કરી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.
Advertisement