વડતાલધામમાં આજે નરક ચૌદશ સાથે દીપાવલી દિપોત્સવ પર્વની ઉજવણી ધામધૂમ પૂર્વક કરવામાં આવી હતી. ચૌદશના દિને પરંપરાગત રીતે સવારે વડતાલ મંદિરના પ્રવેશદ્વારે આવેલા પ્રસાદીના હનુમાનજીની વિશેષ પૂજા અર્ચના થઇ હતી. પ.પૂ.આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજના હસ્તે પૂજાવિધિ થઇ હતી. કોઠારી ડૉ.સંત સ્વામી, ધર્મજીવન સ્વામી, શ્રી વલ્લભ સ્વામી વગેરે સંતો ઉપસ્થિત રહ્યા હતા અને દાદાનું પૂજન કર્યું હતું અને અન્નકૂટ આરતી ઉતારી હતી.
પૂજાવિધિ પુરોહિત ધીરેન ભટ્ટે સંપન્ન કરાવી હતી. હનુમાનજી મંદીરના પૂજારી રાહુલ ભગતે પૂજ્ય મહારાજનું પુષ્પમાળા પહેરાવી સ્વાગત કર્યું હતું. અન્નકૂટ વ્યવસ્થા પાર્ષદ ઘનશ્યામ ભગત તથા કે.પી.સ્વામીએ સંભાળી હતી, જ્યારે ઉત્સવ વ્યવસ્થા શ્યામવલ્લભ સ્વામીએ કરી હતી.
Advertisement
નરેશ ગનવાણી : નડિયાદ