દિપાવલીના તહેવારના રોજ પ્રવાસીઓની લાગણી અને માંગણીને ધ્યાને લઇને રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટી સહીત સંલગ્ન તમામ પ્રોજેકટ પ્રવાસીઓ માટે ખુલ્લા રહેશે.
જયારે તા.૨૫/૧૦/૨૦૨૨,મંગળવારનાં રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટી અને સંલગ્ન તમામ પ્રવાસીય પ્રોજેકટ પર જાહેર રજા રહેશે. આગામી તા.૨૪/૧૦/૨૦૨૨, સોમવારનાં રોજ દિપાવલી પર્વે પ્રવાસીઓની લાગણી અને માંગણીને ધ્યાને લઇને SOUADTGA તરફથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સહીત સંલગ્ન તમામ પ્રોજેકટ પ્રવાસીઓ માટે ખુલ્લા રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેના બદલે તા.૨૫/૧૦/૨૦૨૨, મંગળવારનાં રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટી અને સંલગ્ન તમામ પ્રવાસીય પ્રોજેકટ પર જાહેર રજા રહેશે. તમામ પ્રવાસીય સ્થળોની ટીકિટ મેળવવા માટે સ્ટેચ્યુ ઓફ યુનિટીની અધિકૃત વેબસાઇટ www.soutickets.in અને એન્ડ્રોઇડ એપ્લીકેશન statue of unity tickets (official)નો ઉપયોગ કરવા અપીલ કરવામાં આવે છે.
કોઇ પણ પ્રકારની પુછપરછ માટે અમારા ટોલ ફ્રી નંબર – ૧૮૦૦ ૨૩૩ ૬૬૦૦ (સોમવાર સિવાય સવારે ૦૮.૦૦ થી સાંજના ૦૬.૦૦ સુધી ) સંપર્ક કરી શકાશે.એમ જણાવાયું છે
દીપક જગતાપ, રાજપીપલા