વડામથક નડિયાદમાં શહેર કોંગ્રેસ દ્વારા નાગરીકોને પડતી તકલીફો મામલે લેખીત રજૂઆત કરી હતી. જેમાં બસ સ્ટેન્ડમાં મસમોટા ખાડા, રેલવેમાં ૭ જેટલી ટ્રેનોના સ્ટોપેજ મામલે અને શહેરના શેશવ હોસ્પિટલ પાસે સીસી રોડ તૂટવાના મામલે નગરપાલિકામાં રજૂઆત કરવામાં આવી છે.
દિવાળી પર્વના હવે ખૂબ જ ગણતરીના દિવસો બાકી છે. સામાન્ય લોકો બસની મુસાફરી કરતા હોય છે પરંતુ સરકારના રાજકીય પ્રોગ્રામોને કારણે નડિયાદના લોકો જે બહારગામ નોકરી કરે છે તેઓને સરકારી પ્રોગ્રામોને કારણે સામાન્ય નાગરિકોને ઘણી તકલીફ પડે છે. આ હાલાકી મામલે આવેદનપત્ર એસટીના સત્તાધીશોને આપવામાં આવ્યું હતું. આ સાથે સાથે બસ સ્ટેન્ડના પ્રવેશ દ્વાર પાસે જ લગભગ ૧૦ મીનીટ સુધી ચક્કાજામ કરી એસટી બસને બસ સ્ટેન્ડમાં પ્રવેશતાં અપાવી હતી. જેના કારણે થોડો સમય બસ સ્ટેન્ડ બહાર પણ ટ્રાફિક જામ થઈ ગયો હતો. મેમુ ટ્રેનમાં ટીકીટ દર ૩૦ રૂપિયાને બદલે ૧૦ રૂપિયા કરવા માંગ રેલવે સુપ્રીટેન્ડેન્ટને અપાયેલા આવેદનપત્રમાં જણાવાયું છે કે, સાક્ષર નગરી તરીકે ઓળખાતું નડિયાદ ગામ સરદાર પટેલનું જન્મ સ્થળ એવું નડિયાદ ગામ સંતરામ મહારાજની ભૂમિ છે. દિનશા પટેલ જ્યાં સુધી કેન્દ્રમાં મંત્રી હતા ત્યાં સુધી અનેક ટ્રેનોને નડિયાદમાં સ્ટોપેજ મળેલ હતું પરંતુ હાલમાં ૮ ટ્રેનોના સ્ટોપેજ મળેલ નથી. સ્થાનિક સાંસદ અને કેન્દ્રમાં રાજ્યકક્ષાના હાલના મંત્રીની બેજવાબદારીના કારણે આ સ્ટોપેજો રદ થયા છે તો પ્રજાલીને ધ્યાનમાં લઇ આ સ્ટોપેજો ઝડપથી ફરી નડિયાદમાં મળી રહે તેવી રજૂઆત કરાઇ છે. આ સાથે સાથે અમદાવાદ નડિયાદની મેમુ ટ્રેનના ૧૦ રૂપિયાની જગ્યાએ હજુ પણ ૩૦ રૂપિયા લેવામાં આવે છે જે આ કાળઝાળ મોંધવારીમાં લોકોને પોસાય તેમ નથી તો પહેલાની માફક ૧૦ રૂપિયા કરવામાં આવે તેવી માંગણી કરી છે.
આવેદનપત્રમાં જણાવાયું છે કે, ૨૫ દિવસ ઉપર જ શહેરના શૈશવ હોસ્પિટલ પાસે બનેલો સીસી રસ્તો ફક્ત અને ફક્ત થોડા જ દિવસોમાં તૂટી ગયેલો જોવા મળે છે કોન્ટ્રાક્ટરે જે પણ કામ કરેલું છે તે ખૂબ જ થર્ડ ક્લાસ કરેલું છે. આ રસ્તો ખૂબ જ નજીકના ગાળામાં વધારે ડેમેજ થશે માટે જે પણ કોન્ટ્રાક્ટર દ્વારા કામ કરેલું છે તેને સરખું કામ કરાવો અથવા તેના આ કામના નાણાં ન આપવા અમારી વિનંતી છે. જે પણ અધિકારીએ ઇન્સ્પેક્શન વગર આ રોડના નાણાં ચૂકવી દીધા હોય તેને પણ નોટિસ આપવી જોઈએ અને કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટેડ જાહેર કરવો જોઈએ જો આ કામ ટૂંક સમયમાં સરખું ન થાય તમામની મિલીભગત હોય એવું સમજી આગળની કાર્યવાહી કરવામાં આવશે.
નરેશ ગનવાણી : નડિયાદ