આચાર્ય વૈભવ અગ્રવાલ સાહેબના માર્ગદર્શન હેઠળ સુખી પરિવાર અંતર્ગત Mom & Me Activity કાર્યક્રમનું આયોજનમાં કરવામાં આવ્યું. કાર્યક્રમનો મુખ્ય હેતુ બાળકોને રોજિંદા જીવનશૈલીમાં આવી રહેલા પડકારો સ્વીકારીને સ્મિત સાથે દરેક મુશ્કેલીઓ પાર પાડવા પ્રોત્સાહન આપવાનું હતો. કાર્યક્રમનો ઉદ્દેશ હતો કે દરરોજ આપણને મનપસંદ પ્રવૃત્તિ કરવી, આ રીતે પોતાની જાતને સમય આપીને રોજિંદા જીવનનો આનંદ લેવો.
કાર્યક્રમની શરૂઆતમાં દીપ પ્રાગટ્ય અને કે.જી. વિદ્યાર્થીઓ દ્વારા એક સુંદર સ્વાગત ગીત દ્વાર પ્રસ્તુતિ કરવામાં આવી. આચાર્યનાં સ્વાગત સંબોધનમાં તેઓએ બાળકોના માનસિક વિકાસથી લઈને, રોજિંદી જીવન શૈલીમાં તણાવ મુક્ત રહેવું, બાળકોને વહાલ કરવો અને તેમની સાથે સમય પસાર કરવો, તે વિશે કેટલાક વિશેષ મુદ્દાઓ પણ જણાવવામાં આવ્યા હતા. આચાર્યએ બાળકની માતાઓને ખાસ પ્રવૃત્તિ કરાવી હતી.
જેમાં તેઓએ ભૂતકાળના પ્રસંગો અને વર્તમાનના પ્રસંગો નોંધ કરવાના હતા જેમાંથી તેઓ આનંદ મેળવે છે. ત્યારબાદ શાળા દ્વારા જાહેર કરાયેલા Best Smile In The School Of The Year-2022 પુરસ્કાર બે (Girl & Boy) કેટેગરીમાંના વિદ્યાર્થીઓને સ્માઈલિંગ કપ અને પરિપત્ર આપવામાં આવ્યાં. વિદ્યાર્થીઓએ અને માતાઓએ મેડિટેશન કર્યું. ત્યારબાદ માતા અને બાળકની હથેળીની છાપ દ્વારા ચિત્રકલાની પ્રવૃત્તિ કરાવવામાં આવી. ચાર સેલ્ફી પોઇન્ટ બનાવવામાં આવ્યા હતા, જેમાં માતા અને બાળકના ફોટો લેવામાં આવ્યા. અંતમાં, દિવાળીની હાર્દિક શુભેચ્છાઓ સાથે કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું.
વિનોદ મૈસુરિયા : વાંકલ