Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડાપ્રધાન મોદીએ એકતાનગર સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે મિશન LiFE નું ગ્લોબલ લોન્ચિંગ કર્યુ.

Share

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિશ્વ સમુદાય સમક્ષ સામૂહિક રીતે પર્યાવરણ અને પ્રકૃતિના જતન માટેની ચિંતા G 20 ના દેશો સમક્ષ વ્યકત કરી હોય આજરોજ વૈશ્વિક કક્ષા એ પર્યાવરણની જાળવણી અર્થે એકતાનગર સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે યુનો મહામંત્રીની ઉપસ્થિતમાં મિશન LIFE નું ગ્લોબલ લોન્ચિંગ કર્યું હતું અને લોગો સહિત ટેગ લાઈન લોન્ચ કરી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત સમગ્ર વિશ્વ સમુદાય સમક્ષ એક સક્ષમ દેશ તરીકે ઉભરી રહ્યુ છે. ત્યારે હાલ વિશ્વ સમક્ષ પર્યાવરણ અને જેતે દેશોની આંતરરાષ્ટ્રીય વિદેશ નીતિ મહત્વની બની હોયને ભારત એ દિશામાં પોતાનું સક્ષમ નેતૃત્વ પ્રદાન કરી શકે એ માટેના ચિંતન અને પરામર્શ માટે વડાપ્રધાને માર્ગદર્શન આપ્યું હતું.

નર્મદા જીલ્લાના એકતાનગર સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આજરોજ પર્યાવરણની જાળવણી અર્થે સમગ્ર વિશ્વમાં એક સંદેશ આપતા વડાપ્રધાને જણાવ્યું હતું કે દુનિયામાં કલાઈમેટ ચેન્જ ઍક સમસ્યા બની છે ત્યારે ભારત સરકાર એ માટે ખુબ જ જરૂરી કામગીરી કરી રહ્યુ છે, ગુજરાતમાં ટી એનર્જી સેત્રે પહેલાથી જ કમર કસી છે, ગુજરાત લીડ રોલમાં જોવા મળ્યો છે ત્યારે સરકાર જ બધું કરે આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ કરે એવું નથી ગ્લોબલ કલાઈમેટની જાળવણી માટે લોકોના સહયોગ અને જાગૃતિ જરુરી છે. ફકત પોલિસી ઘડવાથી કઈ નહિ થાય પૃથ્વીની જાળવણી માટે લોકતાંત્રિક લડાઈ લડવી જરુરી છે. જે માટે LiFE એક માધ્યમ બનશે, આપણી લાઈફ સ્ટાઈલ બદલીને પણ પર્યાવરણની જાળવણી કરી શકાય એવુ પણ જણાવ્યું હતું. એસી નો ઓછો ઉપયોગ કરવો, જીમ જવા કારનો ઉપયોગ ન કરી ચાલતા જવું, મિશન લાઈફના માધ્યમથી ધરતીના તમામ લોકો જોડાય અને પર્યાવરણની જાળવણી અર્થે એકતા કેળવે એ જરુરી હોવાનું જણવ્યું હતું. મિશન LiFE ના કાર્યક્રમને યુનોના માધ્યમથી વિશ્વ સમક્ષ પહોંચાડવામાં આવે એવો આશાવાદ વ્યકત કર્યો હતો જે પ્રકૃતિનુ રક્ષણ કરે છે તેનું પ્રકૃતિ રક્ષણ કરે છે તેનો પણ સંદેશ આપ્યો હતો.

યુનો મહાસચિવ એન્ટોનિયો એ પણ પોતાનાં વક્તવ્યમાં જલવાયુ પરિવર્તનને વિશ્વ માટે ચિંતારૂપ ગણાવી LiFE નાં લોન્ચિંગ થકી જે પહેલ થઈ તે ગ્રહને સાચવવા અગત્યનું સાબિત થશેનું જણાવ્યુ હતુ. જલવાયુ પરિવર્તન અને પ્રદુષણને સમસ્યા રુપ હોવાનું જણાવ્યુ હતુ. જલવાયુ પરિવર્તન અંગે ભારતની પહેલ અને પ્રયાસોની પ્રસંશા કરી હતી.

Advertisement

આ પ્રસંગે મુખ્ય મંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સહિત વિદેશ મંત્રી એસ જયશંકર પણ ઉપસ્થીત રહ્યા હતા. સાથે દેશના 120 જેટલાં રાજદૂતો પણ ઉપસ્થીત રહ્યા હતા. આ પ્રસંગે ગુજરાતની બે દિવસની મુલાકાતે પધારેલા સંયુક્ત રાષ્ટ્ર સંઘના(UNO) મહાસચિવ એન્ટોનીયો ગુટેરેસનું એકતાનગર હેલીપેડ ખાતે જિલ્લા કલેકટર શ્વેતા તેવતિયા, જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુંબે સહિત અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં ભવ્યાતિભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

આજે સવારે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સરદાર સાહેબની પ્રતિમાની ચરણ વંદના કરી હતી. ત્યારબાદ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસની ઉપસ્થિતિમાં લાઈફ સ્ટાઈલ ફોર એન્વાયરનમેન્ટ મિશન લાઈફનું લોન્ચિંગ કર્યું હતું. આ કાર્યક્રમમાં મહાસચિવ એન્ટોનીયો ગુટેરેસ સાથે અન્ય ડેલીગેટ્સ પણ ઉપસ્થિત રહ્યા હતા. જેઓ આજે એકતાનગર સ્થિતિ હેલિપેડ ખાતે આવી પહોંચતા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તેઓનું દબદબાભેર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

સંયુક્ત રાષ્ટ્ર સંઘના (UNO) મહાસચિવ એકતાનગર ખાતે આવી પહોંચતા સપ્તધ્વની કલાવૃંદ-સુરત દ્વારા ગરબા અને દાંડિયા રાસ, નવયુવક ગ્રુપ નાની દેવરૂપણ અને નવોદય વિકાસ ટ્રસ્ટ નાની દેવરૂપણ દ્વારા આદિવાસી સંસ્કૃતિની ઝાંખી કરાવતા આદિવાસી નૃત્યો પ્રસ્તુત કરી સ્વાગત કર્યું હતું. ગુજરાતની વૈશ્વિક ઓળખ ધરાવતા ગરબા અને દાંડિયા રાસ નિહાળી ગુજરાતની સાંસ્કૃતિક ધરોહર સામાન નૃત્ય નિહાળીને સંયુક્ત રાષ્ટ્ર સંઘના (UNO) મહાસચિવ અત્યંત પ્રભાવિત થયા હતા.

દીપક જગતાપ, રાજપીપલા


Share

Related posts

ગુજરાત પોલીસની ૧૪ સેવાઓ જાહેર જનતા સુધી ઝડપથી અને સરળતાથી પહોંચાડી શકાશે.

ProudOfGujarat

પક્ષને અહીંયા પણ મજબૂત રાખો : સોશિયલ મીડિયા પર ચૂંટણી સુધી સતર્કતા દાખવવા રાજકીય પક્ષોએ કાર્યકરોને સૂચન કર્યા.

ProudOfGujarat

રાજપીપળામાં છોટુભાઈ પુરાણી વ્યાયામ મહાવિદ્યાલય સંકુલ ખાતે જિલ્લા કલેક્ટર મનોજ કોઠારીનાં હસ્તે ધ્વજારોહણ કરવામાં આવ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!