Proud of Gujarat
GujaratFeaturedINDIA

જમીનમાં ખાડો ખોડી પીપડા દાટી સંતાડવામાં આવેલ શરાબના જથ્થા સાથે અંકલેશ્વરના જુના બોરભાઠા બેટ ખાતેથી મહિલા બુટલેગરની ક્રાઇમ બ્રાંચે ધરપકડ કરી.

Share

ભરૂચ જિલ્લામાં દિવાળી તહેવારો ટાણે નશાનો વેપલો કરતા તત્વો બેફામ બન્યા હોય તેમ એક બાદ એક પોલીસના દરોડામાં બુટલેગરો ઝડપાઇ રહ્યા છે, છેલ્લા એક સપ્તાહમાં જિલ્લાના વિવિધ વિસ્તારોમાં પોલીસ વિભાગ દ્વારા પાડવામાં આવેલ દરોડામાં લાખોની કિંમતનો શરાબનો જથ્થો અત્યાર સુધી ઝડપાઇ ચુક્યો છે, તેવામાં વધુ એક સ્થળે પોલીસે દરોડા પાડી બુટલેગરોના નશાના વેપલાને ડામ્યો છે.

ભરૂચ ક્રાઇમ બ્રાંચના કર્મીઓ પેટ્રોલીંગમાં હતા દરમિયાન મળેલ બાતમીના આધારે અંકલેશ્વરના જુના બોરભાઠા બેટ વિસ્તારના સડક ફળિયામાં રહેતો ઉક્કડભાઈ મગનભાઈ વસાવા નાઓને ત્યાં દરોડા પાડી તેઓના મકાનમાં તથા મકાનના પાછળના ભાગે વાડામાં પીપડા દાટી ભારતીય બનાવટનો વિદેશી શરાબનો જથ્થો ઉતારી સંતાડી રાખ્યો હતો જે બાદ પોલીસે તલાશી લેતા ભારતીય બનાવટની વિદેશી શરાબની નાની મોટી કુલ ૨૪૯ બોટલ મળી કુલ ૨૬૫૦૦ નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

Advertisement

ક્રાઇમ બ્રાંચે પાડેલ દરોડામાં એક મહિલા બુટલેગર ગંગા બહેન ઉક્કડભાઈ વસાવાની ધરપકડ કરી હતી તેમજ મામલે ઉક્કડભાઈ મગનભાઇ વસાવા નામના બુટલેગરને વોન્ટેડ જાહેર કરી મામલે કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

હારુન પટેલ : ભરૂચ
મો. : 99252 22744


Share

Related posts

પાલેજ ખાતે બહુજન સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષા કુમારી માયાવતીના ૬૪ માં જન્મદિવસની ઉજવણી કરાઇ હતી.

ProudOfGujarat

ભરૂચ : રાષ્ટ્રીય ઉત્સવને ભવ્ય રીતે મનાવવાનાં આયોજન સામે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદએ પ્રશ્ન ઉપસ્થિત કર્યો.

ProudOfGujarat

અમદાવાદ-બોપલ કસ્ટોડિયલ ડેથ: ગ્રામ્ય પોલીસે આરોપીના હાથ-પગના નખ ખેંચી વીજ કરંટ આપતા મોત થયાનો ઘટસ્ફોટ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!