Proud of Gujarat
FeaturedGujaratINDIA

નડિયાદ : ગૃહિણીને ઓનલાઇન વેપાર કરવો ભારે પડયો.

Share

નડિયાદ તાલુકાના બુધેલ ગામે આઝાદ ચોકમાં રહેતી જીનલબેન અલ્પશકુમાર સુથાર પોતે જયપુર ખાતે લેનદેન વેપાર કંપનીમાં ઓનલાઇન ડ્રેસ મટીરીયલ્સ પર્સનો સેલિંગનો ધંધો કરે છે. તેઓ અવારનવાર પોતાના ફેસબુક આઇડી પર આ ઓનલાઈન મટીરીયલ્સના ફોટા અપલોડ કરે છે. ગત 14 સપ્ટેમ્બરના રોજ તેણીના ફેસબુક મેસેન્જર પર પ્રિયા નામની વ્યક્તિનો મેસેજ આવ્યો હતો. જેમાં આ વ્યક્તિએ હિન્દીમાં મેસેજ કર્યો હતો કે, તમારા પર્સ મને પસંદ છે અને હું તમને મારા પતિનો મોબાઇલ નંબર આપું છું તેમાં વોટ્સએપ પર આ તમામ પર્સના ફોટોગ્રાફ્સ મોકલી આપ. સામેવાળી વ્યક્તિએ આર્મીની ઓળખ આપી જેથી પ્રિયાના પતિએ 5 પર્સ સિલેક્ટ કર્યા હતા જે પર્સની કિંમત રૂપિયા 2411 થતી હતી, જેની ડીલેવરી માટે એડ્રેસ પણ મોકલેલું હતું. જેમાં જણાવ્યાં મુજબ જામનગરનુ એડ્રેસ હતું. આ પછી 15 મી સપ્ટેમ્બરના રોજ ગૃહિણીએ ઉપરોક્ત મનોજ તિવારીના વોટ્સએપ નંબર ઉપર મેસેજથી પર્સના પૈસા બાબતે ગુગલ પે થી મોકલવાની વાત કરી હતી. જેથી સામેવાળી વ્યક્તિએ જણાવ્યું હતું કે, હું ઇન્ડિયન આર્મીમાં છુ
અને અમારે ગુગલ પે વાપરવાની પરમિશન નથી અને સેલેરી કાર્ડથી પેમેન્ટ થઈ શકે તેમ છે તે પછી તેણે કહ્યું કે તમે મને પૈસા મોકલો તમને તમારા અને જે આપવના છે તે એમ બંને પૈસા એડ કરી મોકલી આપું છું. ગૃહિણીએ 2 હજાર 410 ઉપરોક્ત વ્યક્તિના ખાતામાં નાખ્યાં આ પછી ક્યુ આર કોડ મોકલી અને ઉપરોક્ત ગૃહિણીએ ક્યુ આર કોડ સ્કેન કરી ઉપરોક્ત વ્યક્તિના ખાતામાં એક રૂપિયાનો ટ્રાન્જેક્શન કર્યું હતું. બાદમાં બે રૂપિયાનું
સામેવાળી વ્યક્તિએ ટ્રાન્જેકશન કર્યું હતું. આ પછી આ સામેવાળી વ્યક્તિએ જણાવ્યું હતું કે તમે મને રૂપિયા 2 હજાર 410 મારા ખાતામાં નાખો અને હું તમારા કુલ રૂપિયા 4,820 નાખી આપું છું. આથી ગૃહિણીએ 2 હજાર 410 ઉપરોક્ત વ્યક્તિના ખાતામાં નાખ્યા હતા અને એ પછી પણ હજાર-હજાર રૂપિયા મળી કુલ રૂપિયા 4 હજાર 910 આપ્યા હતા. રીવર્ડના નામે ઠગાઈ કરી આ બાદ ગુહિણીએ પોતાના પૈસા પરત લેવા માટે સામેવાળી વ્યક્તિને
જણાવતા સામેવાળા વ્યક્તિએ જણાવ્યું હતું કે મારા મશીનથી પૈસા પાછા જતા નથી. જેથી તેણે આ ગૃહિણી પાસે એટીએમ કાર્ડ માગ્યું હતું. આથી ગૃહિણીએ પોતાનું એટીએમ કાર્ડ મોકલી આપ્યું હતું. છતાં પણ તેણીના ખાતામાં ઉપરોક્ત ડેબિટ થયેલી રકમ પાછી આવી ન હતી. બીજા દિવસે ગૃહિણીએ પૈસા પાછા માંગતા સામેવાળી વ્યક્તિએ જણાવ્યું કે તમારા પૈસા પાછા આપું છું તમારે ક્યુ આર કોડ સ્કેન કરવાનો કહી તમે મારા ખાતામાં
પૈસા નાખી હું તમને રીવર્ડ કરી આપું છું. આમ કહી વિશ્વાસમાં લીધા હતા અને અલગ રકમ કપાત કરી હતી. ફરીવાર પણ સામેવાળી વ્યક્તિએ
જણાવ્યું કે ગુગલ પે કે પેટીએમ વાપરતા હોય તો જણાવો જેથી મહિલાએ પોતાના નણંદોઈ પેટીએમ વાપરતા હોય આ પેટીએમનો કોડ આપ્યો હતો. આ બાદ આ વ્યક્તિના ખાતામાંથી પણ અલગ-અલગ રીતે ગઠીયાએ કુલ રૂપિયા 48 હજાર 885 સેરવી લીધા હતા. આ પછી અન્ય તેના સાગરીતે
કર્નલની ઓળખ આપી 19 હજાર 999 રૂપિયા આ રીતે મેળવી લીધા હતા. આમ અલગ અલગ રીતે કુલ રૂપિયા 78 હજાર 793 રૂપિયા મેળવ્યાં હતા. આ રૂપિયા પાછા લેવા માટે અવારનવાર ગૃહિણી ફોન કરતા સામેવાળી વ્યક્તિ આ પૈસા પાછા આપ્યા ન હતા અને ગૃહિણીને પોતાની સાથે સાયબર ફ્રોડ થયેલ હોવાનો અહેસાસ થતાં સમગ્ર સંદર્ભે આજે ચકલાસી પોલીસમાં મનોજ તિવારી નામના વ્યક્તિ, ખાતાધારક નંબરવાળો વ્યક્તિ અને પ્રિયા
નામની વ્યક્તિ સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

નરેશ ગનવાણી : નડિયાદ

Advertisement

Share

Related posts

૨૫ દિવસ સુધી ભક્તો ની ભક્તિ માન્યા બાદ મેઘના દેવ મેઘરાજા એ ભકતો વચ્ચે થી વિદાય લિધી…

ProudOfGujarat

GPCB નાં દક્ષિણ ઝોનનાં વીજલન્સ ઓફિસરનાં ચાર્જ બાબત વિવાદ…

ProudOfGujarat

આણંદના રેલવે સ્ટેશન પર પાટા ઓળંગતા કિશોરનું ટ્રેનની અડફેટે મોત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!