ભારત સરકારના યુવા વિકાસ કાર્યક્રમ, અંતર્ગત નહેરુ યુવા કેન્દ્ર દ્વારા આ મહિના દરમિયાન ભારત સરકારના સ્વચ્છ ભારત ૨.૦ અભિયાન હાથ ધરાયું છે. જે અન્વયે ખેડા જિલ્લા નહેરુ યુવા કેન્દ્ર નડિયાદ દ્વારા નડિયાદ પીજ ભાગોળ વિસ્તારમાં આવેલ દિવ્યાંગો માટેની ‘મૈત્રી’ સંસ્થા ખાતે નહેરુ યુવા કેન્દ્ર, મૈત્રી સંસ્થા, અને જેમ્સ ઇન્ડિયન પબ્લિક સ્કુલના સંયુક્ત ઉપક્રમે ત્રિવેણી કાર્યક્રમ યોજાયો. જેમાં જેમ્સ ઇન્ડિયન પબ્લિક સ્કૂલના ધોરણ ૮ થી ૧૨ ના વિદ્યાર્થીઓ અને શિક્ષકો દ્વારા આશરે ૩૦ હજાર જેટલી રકમનુ ભંડોળ એકત્ર કરી મૈત્રી સંસ્થાના દિવ્યાંગ બાળકો માટે બિસ્કીટ, ફળ તેમજ ટી-શર્ટ અર્પણ કરવામા આવી.
મૈત્રી સંસ્થાના દિવ્યાંગ બાળકો, જેમ્સ ઇન્ડિયન પબ્લિક સ્કૂલના વિદ્યાર્થીઓ, શિક્ષકો દ્વારા સંયુક્ત રીતે નહેરુ યુવા કેન્દ્રના સંયોજનથી સફાઈ અભિયાન અને ફટાકડા ફોડીને દિવાળીની ઉજવણી કરવામાં આવી.
આ કાર્યક્રમમાં નેહરુ યુવા કેન્દ્રના સંજય પટેલ, બ્લોક સુપરવાઇઝર આલાપ તલાટી, યુવા કાર્યકરો, મૈત્રી સંસ્થાના ડાયરેક્ટર મેહુલ પરમાર, જેમ્સ ઇન્ડિયન સ્કૂલના પ્રિન્સિપલ તથા ટ્રસ્ટી રાકેશ અમરેલીયા, શિક્ષકો અને વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.
નરેશ ગનવાણી : નડિયાદ