આચાર્ય વૈભવ અગ્રવાલના માર્ગદર્શન હેઠળ આજરોજ શાળામાં BY THE STUDENTS, FOR THE STUDENTS, OF THE STUDENTS (વિદ્યાર્થીઓ દ્વારા, વિદ્યાર્થીઓનું, વિદ્યાર્થીઓ માટે) ના સુત્રથી દિવાળી મેળાનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ બાળકોમાં જ વિધતામાં એકતા લાવવાનો હતો. આ કાર્યક્રમ અંતર્ગત બાળકોમાં દરેક ધર્મ પ્રત્યે સદભાવ વિકસાવવાનો છે. અને શાળાનાં આવાં કાર્યક્રમ દ્વારા સાથે સાથે બાળકો વ્યવહારુ જીવનના દાખલા શીખે છે. બાળકોમાં રોજિંદા જીવનમાં રોજ થતી આપ-લે દ્વારા માર્કેટિંગ, મેનેજમેન્ટ, રો-મટીરીયલ્સ, સંચાર (વ્યવહાર), સાહસિકતા વગેરે બાબતોથી અવગત થાય.
આ કાર્યક્રમનું સંચાલન શાળાના SUBLIMATION હાઉસ ગ્રુપ દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી. ગ્રુપના સંચાલક શિક્ષકો દ્વારા બાળકોને કાર્યક્રમ અંતર્ગત માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે શાળાના સચિવ એચ.પી.રાવ સાહેબ હાજર રહ્યા હતા. તેમનાં હસ્તે દિવાળી મેળાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ધોરણ પાંચના વિદ્યાર્થીઓ દ્વારા રામ લક્ષ્મણ જાનકી અને હનુમાનજીનો રોલ ભજવવામાં આવ્યો હતો.
શાળામાં દિવાળી મેળાની મિત્તે કુલ 31 સ્ટોલ લગાવવામાં આવી હતી. જેમાં નાસ્તા માટે 14 સ્ટોલ, સજાવટના સામાન માટે 5 સ્ટોલ અને રમત-ગમતની 11 તથા 1 સ્ટોલ દાન (DONATION) માટે રાખવામાં આવી હતી. નાસ્તા સ્ટોલ પાણીપૂરી, ભેળ, ઢોકળા, વેફર્સ, સેન્ડવીચ, ગુલાબજાંબુ, બટાકાવડા વગેરે જેવાં નાસ્તા હતા. દીવા, લાઈટ, વોલ હેંગિંગ, રંગોળી કલર, સ્ટીકર વગેરે જેવી સજાવટની સામગ્રી હતી. ગ્લાસ શૂટર, બલુન શૂટર, સ્પિન જેવી રમતો હતી. આચાર્ય અને સચિવ દ્વારા બધી જ સ્ટોલની મુલાકાત લઈને બાળકોને પ્રોત્સાહન પૂરું પાડવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓનો સ્ટોલ લગાવવામાં થયેલ ખર્ચ સિવાયની અન્ય બચત જે નફાના ભાગરૂપે રહેશે તે દાન પુણ્યના અર્થે વાપરવામાં આવે તેવો શાળાનો મુખ્ય હેતુ છે.
વિનોદ મૈસુરિયા : વાંકલ