Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ ઓસારા મહાકાળી મંદિર આગામી મંગળવારે ક્યાર સુધી ખુલ્લુ રહેશે, જાણો.

Share

ભરૂચ જિલ્લામાં આવેલ વિશ્વશાંતિ મહાકાળી તપોભૂમિ ઓસારા જે અઠવાડિયામાં એક જ દિવસે માત્ર મંગળવારના દિવસે જ ભક્તો માટે દર્શનાર્થે ખુલ્લું રાખવામાં આવે છે. જે આગામી મંગળવાર તા ૨૫-૧૦-૨૦૨૨ ના રોજ સૂર્ય ગ્રહણ હોવાથી મંદિર બપોરે ૨.૦૦ વાગ્યા સુધી જ દર્શન માટે ખુલ્લું રહેશે અને બેસતા વર્ષના દિવસે આ મંદિર સવારે ૭.૩૦ કલાકથી સાંજે ૭.૩૦ કલાક સુધી ખુલ્લું રહેશેની નોંધ લેવા ભક્તોને અપીલ કરવામાં આવી છે.

પ્રકાશ અને સુખ સમૃદ્ધિનો મહાપર્વ દિવાળી આ વર્ષે 24 ઓક્ટોબર 2022 ના રોજ આવી રહ્યો છે. હિન્દૂ ધર્મમાં દિવાળી પ્રમુખ તહેવારોમાંથી એક છે. આ દિવસે માતા લક્ષ્મી અને ગણેશજીની વિશેષ પૂજા અર્ચના કરવામાં આવે છે. આ વર્ષે દિવાળીના મહાપર્વના પાંચ દિવસ દરમિયાન વર્ષનું અંતિમ સૂર્યગ્રહણ પણ થશે.

Advertisement

Share

Related posts

જુનાપોરા ગામની સીમમાં આવેલા શેરડી ખેતરમાંથી અજગર ઝડપાયો.

ProudOfGujarat

નર્મદા જિલ્લામાં બ્લ્યુ વ્હેલ ગેમ પર કલેકટરે પ્રતિબંધ લાદ્યો: હુકમનો ભંગ કરનાર સજાને પાત્ર થશે.

ProudOfGujarat

સુરત શહેરની ટ્રાફિક પોલીસ દ્વારા લોકોમાં ટ્રાફિક અંગે જાગૃતતા આવે તેમજ વાહન અકસ્માતની સંભવિતતાને ટાળી શકાય તે માટે અનોખુ આવેદનપત્ર કેમ્પેઇન હાથ ધરાયું છે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!