માંગરોળ તાલુકાના મોસાલી ચાર રસ્તાથી ભરૂચ સિટી પોલીસ સ્ટેશન અને ઉમરપાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચોરીના ગુનામાં સંડોવાયેલા બે આરોપીને એસ ઓ જી ની ટીમે ઝડપી લીધા હતા.
એસ ઓ જી ના પી આઈ બી જી ઈસરાણી એ ઉચ્ચ અધિકારીઓના આદેશથી ચોરીના ગુનામાં સંડોવાયેલા વોન્ટેડ આરોપીઓને શોધી કાઢવા ટીમો બનાવી કામગીરી શરૂ કરી હતી તેઓના માર્ગદર્શન હેઠળ એસ ઓ જી ની ટીમના સભ્યો પો.કો. અમૃતભાઈ ધનજીભાઈ સહીત કર્મચારીની ટીમ માંગરોળ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી ત્યારે હે. કો.રણછોડભાઈ કાબાભાઈ, અને હે. કો. જગદીશભાઈ ઠાકોરભાઈને બાતમી મળી હતી કે ભરૂચ સીટી ડિવિઝન અને ઉમરપાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચોરીના ગુનામાં સંડોવાયેલા બે આરોપીઓ મોસાલી ચાર રસ્તા પાસે ઉભા હોવાની બાતમી મળી હતી. આ સમયે રેડ કરાતા સ્થળ ઉપરથી આરોપીઓ ઝડપાઈ ગયા હતા. તેઓની પૂછપરછ કરતા પોતાનું નામ અજયભાઈ મંજીભાઈ વસાવા ઉંમર વર્ષ 26 રહે ઝર ગામ તાલુકો ડેડીયાપાડા જિલ્લો નર્મદા અને બીજો આરોપી જગદીશ ઉર્ફે બાબર ઝહેરસિંહ વસાવા રહે જરગામ નવીનગરી ફળિયું તાલુકો દેડીયાપાડા જિલ્લો નર્મદાના હોવાનું જણાવ્યું હતું. વધુ પૂછપરછમાં આરોપીએ ભરૂચ સીટી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તાર અને ઉમરપાડા પોલીસ સ્ટેશન વિસ્તારના 66 કે.વી. સબ સ્ટેશનમાં વિવિધ સામાનની ચોરી કર્યાની કબુલાત કરી હતી.
વિનોદ મૈસુરિયા : વાંકલ