Proud of Gujarat
GujaratFeaturedINDIA

કરજણ તાલુકાના માત્રોજ ગામમાં ગ્રામ પંચાયત તેમજ આંગણવાડી બિલ્ડીંગનું ધારાસભ્યના હસ્તે ખાતમુહૂર્ત કરાયું…

Share

પાલેજ – નારેશ્વર માર્ગ પર આવેલા કરજણ તાલુકાના માત્રોજ ગામમાં ગુરુવારના રોજ કરજણના ધારાસભ્ય અક્ષય પટેલના હસ્તે ગ્રામ પંચાયત કચેરી તેમજ આંગણવાડી બિલ્ડિંગનું શાસ્ત્રોક્ત વિધિ કરી ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ગ્રામ પંચાયત તેમજ આંગણવાડી બિલ્ડિંગ અનુક્રમે ૧૭ લાખ તેમજ સાત લાખના ખર્ચે સાથે સાથે અન્ય વિકાસના કામો પણ કરવામાં આવશે એમ ધારાસભ્ય અક્ષય પટેલે મીડિયા સમક્ષ નિવેદનમાં જણાવ્યું હતુ.

છેલ્લા ઘણા સમયથી માત્રોજ ગામની ગ્રામ પંચાયત કચેરી જર્જરિત હાલતમાં હોય ગ્રામ પંચાયત સત્તાધીશો દ્વારા રજુઆત કરવામાં આવતા ગ્રામ પંચાયત કચેરીની નવી બિલ્ડીંગ મંજુર કરવામાં આવી છે. આંગણવાડી નિર્માણ પામશે ત્યારે ગામના બાળકો માટે પણ સુવિધા ઉપલબ્ધ થશે. ગ્રામ પંચાયત કચેરી તેમજ આંગણવાડી નિર્માણ થવાથી ગામની સુવિધામાં વધારો થશે. આ પ્રસંગે ભાજપના પદાધિકારીઓ, ગ્રામ પંચાયતના સરપંચ, ઉપ સરપંચ, સદસ્યો, તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Share

Related posts

રાજકોટમાં ઘરની અંદર કેમિકલની બોટલ ફાટવાથી વિસ્ફોટ, કોઈ જાનહાનિ નહીં

ProudOfGujarat

કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાનીએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી : ગણપતસિંહ વસાવાએ આવકાર્યા

ProudOfGujarat

ભરૂચ : 108 ઇમરજન્સી સેવાનાં કર્મચારીઓનાં 5 મોબાઈલની ચોરી થતાં પોલીસ ફરિયાદ કરાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!