નડિયાદ વિધાનસભામાં સમાવિષ્ટ કણજરી નગરપાલિકા ખાતે રૂ. 1,03,60,594/- ના ખર્ચે વિવિધ વિકાસના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત સરકારના મુખ્ય દંડક પંકજભાઈ દેસાઈના વરદ હસ્તે કરવામાં આવ્યા હતા તથા પ્લાસ્ટિક વેસ્ટ કલેક્શન અને જનસુવિધા કેન્દ્રનો શુભારંભ કરવામાં આવ્યો હતો. સાથોસાથ D ક્લાસની નગરપાલિકાના સ્વચ્છતા સર્વેક્ષણમાં સમગ્ર ગુજરાતમાં કણજરી નગરપાલિકા પ્રથમ સ્થાને આવતા અભિનંદન સમારોહ યોજાયો હતો.
વિકાસના કાર્યોમાં રૂ. 14,71,423/- ના ખર્ચે નિર્મિત બાલ ઉદ્યાન, પંપીંગ સ્ટેશન પાસેની લોકાર્પણ તેમજ રૂ. 24,00,000/- લાખના ખર્ચે રહેણાંક, વાણિજ્ય એકમો અને જાહેર માર્ગો માટેના ડસ્ટબિનનું વિતરણ અને સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના(બચત ગ્રાન્ટ) માંથી રૂ. 10,81,634/- ના ખર્ચે 3 સી.સી.રોડના કામનું ખાતમુહૂર્ત તથા ₹19,47,484/- લાખના ખર્ચે પેવર બ્લોકના કામનું ખાતમુહૂર્ત યોજાયો. આ સાથે વર્ષ 2021-22 ની સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાની ગ્રાન્ટમાંથી રૂ. 34,60,053/- લાખના ખર્ચે વિવિધ વિસ્તારમાં પેવર બ્લોક અને સી.સી.રસ્તાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આ પ્રસંગે અનિલકુમાર – કમિશનર અમદાવાદ ઝોન, નગરપાલિકા પ્રમુખ રિંકુબેન, ઉપપ્રમુખ ક્રિષ્નાબેન, કારોબારી અધ્યક્ષ મહેન્દ્રસિંહ, ચીફ ઓફિસર રાજુભાઈ, નડિયાદ ચીફ ઓફિસર રૂદ્રેશભાઇ, માજી પ્રમુખ નરેન્દ્રસિંહ તથા બળવંતભાઈ અને મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા.
નરેશ ગનવાણી : નડિયાદ
નડિયાદ વિધાનસભા વિસ્તારમાં વિવિધ વિકાસના કામોનું લોકાર્પણ-ખાતમુર્હુત કરાયું.
Advertisement