શ્રી સંતરામ મંદિર, નડિયાદ સંચાલિત શ્રી સંતરામ તીર્થ પ્રસાદી, ડુંગાકુઈ, નડિયાદ ખાતે ગુરુ મહારાજ શ્રી સંતરામ મહારાજના આશીર્વાદ, તથા વર્તમાન મહંત શ્રી રામદાસજી મહારાજની પ્રેરણા તથા સંત શ્રી શિવરામદાસ મહારાજ ના માર્ગદર્શન તથા શ્રી અંબિકા નવરાત્રી મહોત્સવ કમિટી દ્વારા, નિયામક આયુષની કચેરી, ગાંધીનગર, જીલ્લા આયુર્વેદ અધિકારી, નડિયાદના સહયોગ અને માર્ગદર્શન હેઠળ આયુર્વેદીક / હોમિયોપેથીક પધ્ધતિના મેગા કેમ્પનું આયોજન બુધવારના રોજ સવારે ૯-૦૦ થી ૧૨-૦૦ સુધી શ્રી સંતરામેશ્વર મહાદેવ, ડુંગાકૂઈ, નડિયાદના પવિત્ર પરિસરમા રાખવામાં આવ્યું. આ કેમ્પ 110 દર્દીઓએ લાભ લીધો. કેમ્પ આવેલ તમામ દર્દીને રોગની તપાસ, સારવાર તથા દવાનુ વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું. આ પ્રકારની દવાથી દર્દીને કોઈ આડઅસર થતી નથી અને રોગ પ્રતિકારક શક્તિ વધે છે. આ કેમ્પમાં હોમિયોપેથીક મેડીકલ ઓફિસર પ્રફુલભાઈ ઉપાધ્યાય તથા આયુર્વેદિક મેડિકલ ઓફિસર વૈદ્ય શ્રીદત્ત ત્રિવેદી તેમના સ્ટાફ સાથે હાજર રહી દર્દીઓની તપાસ કરી જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું.
નરેશ ગનવાણી : નડિયાદ
નડિયાદમાં આયુર્વેદીક / હોમિયોપેથીક પધ્ધતિનો મેગા કેમ્પ યોજાયો.
Advertisement