ડેડીયાપાડા વિધાનસભા વિસ્તારમાં ડેડીયાપાડા બજાર વિસ્તારમાં આમ આદમી પાર્ટી દ્વારા પંજાબના અર્બન મિનિસ્ટર અમન અરોરાની ઉપસ્થિતિમાં અને ડૉ. કિરણ વસાવા- પ્રદેશ જોઈન્ટ સેક્રેટરી એસ. ટી. સેલ આપ ગુજરાતની આગેવાનીમાં ડોર ટુ ડોર પ્રચાર તેમજ જનસંવાદનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં હજારોની સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી.
નર્મદા જિલ્લામાં આમ આદમી પાર્ટીનો પાયો નાખનાર સ્થાપક એવા ડૉ. કિરણ વસાવાની આગેવાની હેઠળ વિશાળ રેલી કાઢી શક્તિ પ્રદર્શન કરતા અન્ય પક્ષોના ફફડાટ ફેલાયો હતો. એક તરફ ડેડીયાપાડા વિધાનસભાબેઠક પર બીટીપીના સીટિંગ ધારાસભ્ય મહેશ વસાવા ફરી મેદાન આવે તો સામે બીટીપીમાં રહી ચૂકેલા ચૈતરભાઈ વસાવાએ આ બેઠક પર ટિકિટ માંગી હતી ત્યારે એમને ટિકિટ ના મળતાં નારાજ થયેલા ચૈતર વસાવાએ બીટીપીમાંથી રાજીનામુ આપી આમ આદમી પાર્ટીમાં જોડાઈ જઈ ડેડીયાપાડા બેઠક પર ચૈતર વસાવા ચૂંટણી લડવા તેમના સમર્થકો સાથે થનગની રહ્યા છે. ત્યારે આજકાલના આવેલા આયાતી ઉમેદવારસામે સ્થાનિક કાર્યકરો અને આગેવાનોમાં વિરોધ થઈ રહ્યો છે ત્યારે નર્મદા આમ આદમી પાર્ટીના સ્થાપક કહી શકાય એવા પાયાના કાર્યકર્તા અને સિનિયર આગેવાન અને પાર્ટીના પૂર્વ પ્રમુખ રહી ગયેલા અને તેમની સારી કામગીરીથી પ્રમોટેડ થયેલા ડૉ. કિરણ વસાવા- પ્રદેશ જોઈન્ટ સેક્રેટરી એસ. ટી. સેલ હાલ તો ડેડીયાપાડા બેઠક પર આપની ટિકિટ ની રેસમાં સૌથી આગળ છે. હમણાં ડૉ. કિરણ વસાવાએ ડેડીયાપાડા માં વિશાળ રેલી કાઢી શક્તિ પ્રદર્શન કરતા અન્ય પક્ષો જંગી જનસમર્થન જોઈને ફફડી ઉઠ્યા છે. હવે આમ આદમી પાર્ટી જીત હાંસિલ કરવા એડીચોટીનું જોર લગાવી રહી છે. આ જંગી જનસભામાં જિલ્લના હોદ્દેદારો, લોકસભાના ઇન્ચાર્જ, વિધાનસભાના સંગઠન મંત્રીઓ સહિત હોદ્દેદારો તેમજ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
દીપક જગતાપ, રાજપીપળા
ડેડીયાપાડા વિધાનસભાની બેઠક પર આમ આદમી પાર્ટી એ રેલી યોજી શક્તિ પ્રદર્શન કર્યું.
Advertisement