Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જિલ્લાના ગ્રાહક તકરાર નિવારણ આયોગનાં સીમા ચિન્હરૂપ ચુકાદો.

Share

રીલાયન્સ લાઈફ ઈન્સ્પોરન્સ કાુ.લી. દ્ધારા ગ્રાહકને પોલીસીની રકમ ચુકવ્યા બાદ ગ્રાહકે ઓછી રકમ મળ્યાની ફરીયાદ કરતાં ભરૂચ જિલ્લાના ગ્રાહક તકરાર નિવારણ આયોગે ફરીયાદ અરજી અંશતઃ મંજુર કરી બોનસ સહીત ગ્રાહકને ચુકવવાનો હુકમ કર્યો.

ગ્રાહકનો કેસ એવો હતો કે ગ્રાહકે રીલાયન્સ લાઈફ વિમાની પોલીસી તા.ર૭/૧ર/ર૦૧૧ના રોજ લીધેલી. આ પોલીસી વાર્ષિક પ્રિમિયમ નિયમિત ભરપાઈ કરેલું. સાત વર્ષની આ પોલીસીની પાકતી તા.ર૭/૧ર/ર૦૧૮ની હતી પોલીસીની પાકતી તારીખે રીલાયન્સના અધિકારીએ ફોન દ્ધારા મેસેજ આપી ગ્રાહકના ખાતામાં રૂા.૧, ૬૪, ૮૭૮/– જેવી રકમ જમા આપેલી. ગ્રાહક દ્ધારા એવી ફરીયાદ હતી કે ૭ વર્ષની પોલીસીની તમામ પ્રિમિયમની રકમ રૂા.૧, ૬૪, ૮૭૮/– ભરપાઈ થઈ અને પાકતી તારીખે પણ તેજ રકમ ચુકવેલ છે.
પોલીસીની પાકતી તારીખે માર્કેટ વેલ્યુ મુજબ રકમ મળવી જોઈએ જેથી ભરૂચ ગ્રાહક તકરાર નિવારણ આયોગ સમક્ષ ફરીયાદ કરેલી. જે ફરીયાદના કામે જિલ્લા ગ્રાહક આયોગના પ્રમુખ એમ.એચ.પટેલ તથા સભ્ય સૈયદ એમ.એ. દ્ધારા આપવામાં આવેલ ચુકાદા મુજબ ગ્રાહકને વધુ કુલ રૂા.૪૯, ૦૪ર.૦૦ તથા માનસિક ત્રાસના રૂા.૩૦૦૦/– ચુકવવા રીલાયન્સ લાઈફ ઈન્સ્યોરન્સ કાુ.લી.ને હુકમ કરેલ છે. વીમા કંપની દ્ધારા જીવન વીમાની રકમ ગણતરી મુજબ ન ચુકવવા બદલ તેમની સામે હુકમ કરવામાં આવ્યો હતો.

Advertisement

Share

Related posts

ગોધરા વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા સાબરમતી હત્યાકાંડની 19 મી પુણ્યતિથી નિમિત્તે બાઇક રેલી યોજવામાં આવી.

ProudOfGujarat

લીંબડી શહેરમાં આવેલ બીએ કન્યા વિદ્યાલય ખાતે વિદ્યાર્થીનીઓના અભ્યાસ અર્થે અને ભાવી ભવિષ્ય માટે વિદ્યાર્થીનીઓ અને વાલીઓનું સંમેલન યોજાયું

ProudOfGujarat

ચોટીલા શહેરમાં વધુ એક કોરોનાનો પોઝિટિવ કેસ નોંધાતા આરોગ્ય વિભાગમાં દોડધામ મચી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!