ગુજરાત વિધાનસભાના વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ ઉપર હુમલો કરાયો હતો તેના મમલે કોંગ્રેસ પાર્ટી આક્રમક બની છે, અને રાજ્યમા ઠેર ઠેર હુમલાનો કોંગ્રેસ કાર્યકરો દ્વારા વિરોધ કરવામાં આવી રહયો છે. ત્યારે નર્મદા જીલ્લા કોંગ્રેસ દ્વારા પણ નર્મદા જીલ્લા કલેકટરને આવેદનપત્ર આપી હુમલાખોરો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવાની માંગણી કરી વિરોધ દર્શાવ્યો હતો.
આ પ્રસંગે રાજપીપળાના ધારાસભ્ય પી.ડી વસાવા, પ્રવીણભાઈ લોખંડે, પ્રભારી નાંદોદ વિધાનસભા હરેશભાઈ વસાવા, પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી
હરેન્દ્રભાઇ વાળંદ, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ, નર્મદા જિલ્લા યુથ કોંગ્રેસ પ્રમુખ ગૌરાંગ મકવાણા, સોશિયલ મીડિયા યુથ કોંગ્રેસ પ્રમુખ હેમંત સોલંકી, સોશિયલ મીડિયા નાંદોદ વિધાનસભા યુથ કોંગ્રેસ પ્રમુખ ઉપરાંત કોંગ્રેસના અન્ય આગેવાનો તથા કાર્યકરો મોટી સંખ્યામાં ગાંધીજીની પ્રતિમા પાસે એકત્રિત થયા હતા અને વાંસદાના ધારાસભ્ય ઉપર કરવામા આવેલ હુમલાનો વિરોધ કર્યો હતો. કલેકટર કચેરીએ પહોંચી આવેદનપત્ર આપ્યું હતું.
દીપક જગતાપ, રાજપીપળા