Proud of Gujarat
GujaratFeaturedINDIA

વૉકલ ફોર લોકલ : દિવાળીમાં ચાઈનીઝ દીવડાને ટક્કર આપવા ભરૂચના બજારોમાં માટીના દીવડા એ પકડ જમાવી.

Share

પ્રકાશનું પર્વ દિવાળીના પર્વને માંડ ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે દિવાળીના તહેવારોમાં ઘરોને રોશનીથી ઝગમગતું કરવા હવે ચાઈનીઝ લાઈટો અને દીવડાને ટક્કર આપવા માટે હાથ બનાવટના માટીના દીવડા એ જમાવટ કરી છે, ખાસ કરી ભરૂચના બજારોમાં અત્યારથી જ માટીમાંથી બનેલ હાથ બનાવટના દિવડા વેચાણ માટે શહેરના માર્ગો ઉપર ઠેરઠેર જોવા મળી રહ્યા છે, મહત્વનું છે કે ભરૂચ જિલ્લાના આમોદ ખાતેની સભામાં પી.એમ મોદીએ પણ આ દિવાળીએ વૉકલ ફોર લોકલની વાતને પ્રોત્સાહન પૂરું પાડવા સાથે ગરીબ પરિવારો પાસેથી ચાઈનીઝ વસ્તુઓને જાકારો આપી ખરીદી કરવા આહવાન કર્યું હતું.

ભરૂચમાં પણ વર્ષોથી નર્મદા નદીના કાંઠા વિસ્તારમાં આવેલ બળેલી ખો પાસેના કુંભારવાડ વિસ્તારમાં ચરખા ઉપર માટીનું લીપણ કરી હાથ બનાવટના દીવડા બનાવવામાં આવે છે. પેઢીઓથી ચાલતા આ વ્યવસાયમાં મોટાભાગના કારીગરો અત્યારે સ્વર્ગવાસ થયા છે તો વર્તમાન પેઢી આ વ્યવસાયમાં પડવા માંગતી નથી, તેવામાં માંડ એક બે સ્થાને આ વ્યવસાય હાલ પણ ચાલી રહ્યો છે અને દિવાળીના તહેવારોમાં શહેરીજનો માટીના દીવડાનું ઉપયોગ કરી પ્રકાશના પર્વને પણ વૉકલ ફોર લોકલને સમર્થન આપી ઉજવે તેવી આશ હાલ આ માટીના દીવડા વેચાણ કરતા વેપારીઓ રાખી રહ્યા છે.

Advertisement

અત્રે ઉલ્લેખનીય છે કે વધતી જતી મોંઘવારી સામે હાલ માર્કેટમાં જોઈએ તેવી દિવાળીની ખરીદીનો માહોલ જામ્યો નથી. જોકે જેમ જેમ તહેવારોના દિવસો નજીક આવશે તેમ તેમ ઘરાકી વધશે તેવી આશ હાલ વેપારી વર્ગ સેવી બેઠો છે, આગામી તહેવારોને લઇ ફટાકડા, કપડાં, સૂઝ, મીઠાઈ, ડ્રાઈફ્રૂટ, ગિફ્ટને લગતા સામાન વિગેરે વસ્તુઓનો હાલમાં જે તે વેપારીઓએ ફૂલ સ્ટોક કરી લીધો છે, અને આવનાર તહેવારમાં વેપાર ધંધો સારો જાય તેવી અપેક્ષાઓ રાખી માર્કેટ ક્યારે ખુલે છે તે દિવસોની ચાતક નજરે રાહ જોઈ રહ્યા છે.
હારુન પટેલ : ભરુચ
મો. : 99252 22744


Share

Related posts

લીંબડી અમદાવાદ હાઈવે પર અકસ્માત સર્જાતા બે લોકોના ઘટનાસ્થળે મોત નીપજયા.

ProudOfGujarat

રાજપીપલામાં “ વિકાસ દિવસ “ નિમિત્તે યોજાયેલો આરોગ્ય સુખાકારીનો જિલ્લાકક્ષાનો કાર્યક્રમ યોજાયો

ProudOfGujarat

ફેક લીંક મોકલી બેંક એકાઉન્ટમાંથી ઓનલાઇન પૈસા ઉપાડી સાઈબર ફ્રોડ કરતી ગેંગને ઝડપી પાડતી ભરૂચ સી ડિવિઝન પોલીસ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!