ગુજરાત હાઇકોર્ટમાં કોર્ટ કામગીરી માટે સત્તાવાર ભાષા તરીકે ગુજરાતી ભાષાને સામેલ કરવા અંગે સોમવારે વડોદરા વકીલ મંડળે ઠરાવ કર્યો હતો.
હાઈકોર્ટમાં ગુજરાતી ભાષાને સતાવર કરવામાં આવે તેના મુદ્દે હવે વડોદરાના વકીલો પણ મેદાનમાં આવ્યા છે. આ મુદ્દે વડોદરા વકીલ મંડળના પ્રમુખને પત્ર લખી ગુજરાત હાઇકોર્ટમાં ગુજરાતી ભાષાના ઉપયોગ માટેનો ઠરાવ કરવા માંગણી કરી છે. વકીલો કાયદાકીય જ્ઞાન અને અનુભવ ધરાવતાં હોવા છતાં પણ હાઇકોર્ટમાં માત્ર અંગ્રેજી ભાષાનો ઉપયોગ થાય છે જેના કારણે અંગ્રેજી ભાષાનો જ્ઞાન નહીં ધરાવનાર ગુજરાતીમાં અસરકારક રીતે કામગીરી કરનાર વકીલો અંગ્રેજીમાં અસરકારક રીતે કામગીરી કરી શકતા નથી અને જેના પરિણામે, ગુજરાતની પ્રજાને સસ્તો અને ઘરઆંગણે ન્યાય આપવાની સુપ્રીમકોર્ટ અને સરકારની પહેલ ક્યાંક અવરોધ પામે છે. હાઇકોર્ટમાં માતૃભાષામાં એટલે કે, ગુજરાતી ભાષામાં કેસ ચલાવવા દેવામાં આવે તો અસીલોને પણ સસ્તો અને ઝડપી ન્યાય ઉપલબ્ધ થઇ શકે છે જ્યારે કે દેશના અન્ય રાજયોમાં સ્થાનિક માતૃભાષામાં હાઇકોર્ટમાં કેસ ચલા છે જે તમામ બાબતોને ધ્યાનમાં રાખી સોમવારે વડોદરા વકીલ મંડળે હાઇકોર્ટમાં ગુજરાતી ભાષાને સતાવર બનાવવાનો ઠરાવ કર્યો હતો
હાઇકોર્ટમાં ગુજરાતી ભાષા સતાવર થાય તેનો કેટલાક વકીલો વિરોધ પણ નોંધવી રહ્યા છે પણ જે વિરોધથી ગુજરાતી ભાષાના જાણકાર અને અંગ્રેજી ભાષા નહીં જાણનાર વકીલો સાથે અન્યાય થશે.