આચાર્ય વૈભવ અગ્રવાલ સાહેબના માર્ગદર્શન હેઠળ શાળા શિક્ષકો દ્વારા શાળાનાં ધોરણ 11 અને 12 નાં વિદ્યાર્થીઓ અને માટે ક્ષેત્ર કાર્ય કરતો એકદિવસીય પ્રવાસ યોજવામાં આવ્યો. શાળામાંથી સવારે ત્રણ વાગે પ્રવાસ કાઢવામાં આવ્યો અને IIT ગાંધીનગર ખાતે 9:30 વાગે પહોંચી ગયા. IIT ગાંધીનગર ખાતે પ્રોફેસર જેલ્સન સાહેબ અને શ્રીયા મેડમ દ્વારા અમારું સ્વાગત કરવામાં આવ્યું. પ્રોફેસર જેલ્સન સાહેબના માર્ગદર્શન દ્વારા જ આ ક્ષેત્ર કાર્યનું આયોજન કરવામાં આવ્યું હતું. તેઓએ અમને IIT ગાંધીનગરની સંપૂર્ણ માહિતી પૂરી પાડી હતી. સૌપ્રથમ તેઓએ અમને છોકરાં-છોકરીઓને રહેવાની હોસ્ટેલની મુલાકાત કરાવી. ત્યારબાદ તેઓ અમને શૈક્ષણિક વિભાગમાં લઈ ગયા ત્યાં વિદ્યાર્થીઓ કેવી રીતે અભ્યાસ કરે છે? થ્રીડી મોડલ પર કેવી રીતે કાર્ય કરે છે? લેઝર કટીંગ શું છે? તે દરેક વિશે પ્રેક્ટીકલ સાથે માહિતી આપી. અમારી શાળાના વિદ્યાર્થીઓને આ દરેક વિષયમાં ખૂબ જ રસ પડ્યો. તેમણે વર્ગખંડોની પણ મુલાકાત કરાવી. ત્યાં એક ક્યુરોસીટી લેબમાં વિદ્યાર્થીઓને કેટલાંક લાઈવ પ્રેક્ટીકલ કરીને બતાવવામાં આવ્યાં અને કેટલાંક લાઈવ પ્રેક્ટીકલ અમારી શાળાના વિદ્યાર્થીઓ દ્વારા પણ કરવામાં આવ્યાં. પ્રોફેસર જેલ્સન દ્વારા વિદ્યાર્થીને શિક્ષણ માટે કેટલીક તકનીકો જણાવવામાં આવી કે શિક્ષણ માત્ર પુસ્તક દ્વારા જ નથી મળતું તમે કોઈ પણ વિષય પ્રત્યે રુચિ દર્શાવો તો જ્ઞાન પ્રત્યક્ષ પ્રેક્ટીકલ દ્વારા પણ મેળવી શકાય છે. ત્યારબાદ તેઓ અમને આર્ટ (કલા) વિભાગમાં મુલાકાતે લઈ ગયા. ત્યાં અમને કેટલીક પેઇન્ટિંગ બતાવવામાં આવી, જે તેમના દ્વારા યોજાયેલ આદિવાસી લોકોના વર્કશોપ માંથી મેળવેલ હતી. IIT ગાંધીનગર માત્ર બીટેકનું જ એજ્યુકેશન નથી આપતું, ત્યાં અન્ય કોર્સ પણ કરાવવામાં આવે છે અને વિદ્યાર્થીઓના જ્ઞાન વધારવામાં આવે છે.
ત્યારબાદ શાળાના વિદ્યાર્થીઓને IIT ગાંધીનગરના કેન્ટીનમાં લંચ કરાવવામાં આવ્યો. અમારી શાળા દ્વારા IIT ગાંધીનગરના દરેક નિયમોનું અને શિસ્તનું પાલન કરવામાં આવ્યું. IIT ગાંધીનગરના કેન્ટીનમાં એક નિયમ છે કે રોજ એક બોર્ડ લગાવવામાં આવે છે અને જમવામાં કેટલું વધી ગયું તે નોંધવામાં આવે તે જેનાથી વિદ્યાર્થીઓમાં સંદેશ જાય કે અન્નનો બગાડ કરવો નહિ.
ત્યારબાદ અમે રમત-ગમત વિભાગમાં ગયા. જ્યાં હાલ 69 રાષ્ટ્રીય રમતો ચાલી રહી છે, ત્યાં અમારી કુમારી પ્રભા મોહન સાથે મુલાકાત થઈ. કુમારી પ્રભા મોહને અમારા બાળકોને ખૂબ જ પ્રોત્સાહિત કર્યા અને તેમના જીવનનું એક આછું પ્રતિબિંબ બાળકો સામે રાખવામાં આવ્યું, જેમાં તેઓએ જણાવ્યું કે શિક્ષણની સાથે સાથે કેવી રીતે તેઓ રમતગમતમાં પણ આટલા આગળ વધી રહ્યા છે. ત્યારબાદ કુમારી પ્રભા મોહન સાથે વિદ્યાર્થીઓની પ્રશ્નોત્તરી થઈ, જેમાં વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહથી ભાગ લીધો. ત્યારબાદ આચાર્ય વૈભવગ્રવાલ દ્વારા કુમારી પ્રભા મોહનને અમારી શાળાનું આછું પ્રતિબિંબ આપ્યું. તેણીએ જણાવ્યું કે સમય આવે તે જરૂરથી અમારી શાળાનાં કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. ત્યારબાદ રમતગમત વિભાગમાં અમે બધી જ રમતોની ફિલ્ડ જોઈ. વિદ્યાર્થીઓને તે જોઈ ખૂબ જ આનંદ મળ્યો. વિદ્યાર્થીઓએ શિસ્તનું પાલન કરીને એકદિવસીય પ્રવાસ ખૂબ જ સારી રીતે માણ્યો.
અંતમાં IIT ગાંધીનગરથી અમે શાળાએ આવવા પરત રવાના થયા. વડોદરા પાસે અનુકૂળ હોટેલમાં અમે બાળકોને રાત્રી ભોજન કરાવ્યું. અંત: આ ક્ષેત્ર કાર્ય એક દિવસીય પ્રવાસ વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે ખૂબજ માહિતી પ્રદાન કરનારો રહ્યો.
વિનોદ મૈસુરિયા : વાંકલ