Proud of Gujarat
FeaturedGujaratINDIA

વધતા ફુગાવાના ભય વચ્ચે ભારતમાં નાણાકીય સુખાકારીનું મહત્વવધી રહ્યું છે – આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડનો ઇન્ડિયા વેલનેસ ઇન્ડેક્સ.

Share

– અભ્યાસ દર્શાવે છે કે આરોગ્ય વીમાની માલિકી ભારતીયોમાં એકંદર સુખાકારીને પ્રોત્સાહન આપી રહી છે

– 2020ની સરખામણીએ આ વર્ષના આંકડામાં નજીવો સુધારો થયો હોવા છતાં, તે હજુ પણ 2019ના સ્તરે પહોંચ્યો નથી.

Advertisement

– ભારતીય મહિલાઓ કોવિડ પછી સતત આગળ વધી રહી છે, જેના પરિણામે નાણાકીય સુખાકારીમાં વધારો થયો છે

ભારતની અગ્રણી સામાન્ય વીમા કંપનીઓમાંની એક આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ જનરલ ઈન્સ્યોરન્સએ વાર્ષિક ઈન્ડિયા વેલનેસ ઈન્ડેક્સ રિપોર્ટ 2022ના નવીનતમ તારણો પ્રકાશિત કર્યા છે. રાષ્ટ્રવ્યાપી અભ્યાસ મુજબ, ભારતનો વેલનેસ ઈન્ડેક્સ 100 માંથી 72 પર છે. અધ્યયન દર્શાવે છે કે અનલોક 2.0 પછીના વર્ષમાં પાછલા વર્ષની સરખામણીમાં ભારતના સુખાકારી ગુણાંકમાં નજીવો વધારો થયો છે. આ રિકવરી મુખ્યત્વે નાણાકીય અને કાર્યસ્થળે સુખાકારીમાં નોંધપાત્ર સુધારાને કારણે છે, સામાજિક સુખાકારી માટે મામૂલી છે.

સર્વેક્ષણમાં જોવામાં આવ્યું છે તેમ, વૈશ્વિક મંદીની આશંકા હોવા છતાં, ભારતમાં સુધારો જળવાયો છે, અને નાણાકીય સુખાકારી (ફાઈનાન્સિયલ વેલનેસ) નું મહત્વ નોંધપાત્ર રીતે વધી રહ્યું છે. દેશ વેલનેસના મોરચે સુધારાના માર્ગે આગળ વધી રહ્યો છે; ઈન્ડેક્સ 2 પોઈન્ટ્સથી સુધર્યો છે. તમામ છ સ્તંભો (શારીરિક, માનસિક, કૌટુંબિક, નાણાકીય, કાર્યસ્થળ અને સામાજિક) એ સ્કોરમાં સુધારો દર્શાવ્યો છે, જોકે એકંદરે સુખાકારી સૂચકાંકનો સ્કોર મહામારી પહેલાના સ્તર કરતાં ઓછો છે. અભ્યાસમાં એવું પણ જાણવા મળ્યું છે કે મોટાભાગના ભારતીયો માનસિક આરોગ્ય વિશે જાણવા માટે અથવા પોતાના વિચારો વ્યક્ત કરવા માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરે છે; ફેસબુક સૌથી વધુ ઉપયોગમાં લેવાતું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ છે, તેના પછી ઈન્સ્ટાગ્રામ અને યુટ્યુબ આવે છે. વધુમાં, ભારતીય મિલેનિયલ્સે તેમની સામાજિક અને નાણાકીય સુખાકારીમાં પણ વૃદ્ધિ દર્શાવી છે, જેને કારણે એકંદર સુખાકારીમાં વૃદ્ધિ જોવાઈ છે.

આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડનો વેલનેસ ઇન્ડેક્સ અભ્યાસ છ સ્તંભોમાંના દરેકના મહત્વનું વિશ્લેષણ કરે છે અને દરેક કેસમાં સ્કોર આપે છે. આ અભ્યાસ વ્યાપક સુખાકારી પ્રદર્શન મેળવવા માટે વય જૂથો (જનરેશન એક્સ, મિલેનિયલ્સ અને જનરેશન ઝેડ), જાતિ અને ભૂગોળ (મેટ્રો અને ટિઅર 1) જેવા વિવિધ જૂથોને પણ સમાવે છે. નવીનતમ અભ્યાસ સમગ્ર ભારતમાં 19 મેટ્રો અને ટિઅર 1 નગરોમાં 2011 ઉત્તરદાતાઓ સાથે હાથ ધરવામાં આવ્યો હતો.

અભ્યાસના મુખ્ય તારણો:

એકંદર સુખાકારી સૂચકાંક:

• અભ્યાસ દર્શાવે છે કે ભારતીયો 2021માં જે નાણાકીય સ્તરે હતાં તેની સરખામણીમાં ફુગાવાની અસર હોવા છતાં અત્યારે તેઓ આર્થિક રીતે વધુ સારું અનુભવે છે. ભારતીય મહિલાઓ નાણાકીય સુખાકારીના સંદર્ભમાં વધુ પગલાં લઈ રહી છે, જ્યારે ટિઅર 1 નગરોમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરને કારણે નાણાકીય સુખાકારી સક્ષમ બની છે.

• ઓફિસો ફરી શરૂ થયા પછી અને હાઇબ્રિડ મોડલ અપનાવ્યા પછી કાર્યસ્થળની સુખાકારીમાં પણ વધારો થયો છે. આ વૃદ્ધિની આગેવાની જનરેશન ઝેડે લીધી છે.

• પોતાની નાણાકીય અને સામાજિક સુખાકારીના આધારે મહિલાઓનું ધ્યાન વેલનેસ પર વધ્યું છે. તેમના પર કોવિડની આર્થિક અસર ઓછી થઈ ગઈ છે, અને તેઓ પોતાને હેલ્થ ટેક વડે સક્ષમ બનાવી રહી છે.

શારીરિક સુખાકારી:

• ભારતીયો શારીરિક સ્વસ્થતા અને સુખાકારીના મહત્વથી વાકેફ છે અને તેનાથી પ્રભાવિત છે, ખાસ કરીને સ્ત્રીઓ અને મિલેનિયલ્સમાં તેનું વધુ મહત્વ છે, અને ગયા વર્ષથી તેમાં સુધારો થયો છે.

• ભારતીયો શારિરીક સ્વસ્થતા માટે પ્રભાવિત છે અને તે કેવી રીતે પ્રાપ્ત કરવી તે અંગે પણ જાગૃત છે, તેમ છતાં તે માટેના પગલા ધીમા રહ્યા છે.

માનસિક સુખાકારી:

• વેલનેસ ઈન્ડેક્સમાં આગળ વધવામાં માનસિક સુખાકારી એ બીજું સૌથી મહત્ત્વનું લક્ષણ છે. ભારતીયો થાક, નિંદ્રા અને નર્વસનેસ, બેચેની અથવા તણાવ અનુભવે છે. 26% ભારતીયો પાચન અને વજનમાં ફેરફારથી પીડાય છે.

• ભારત માનસિક સુખાકારી માટે જરૂરી સ્ત્રોતો અને તેના સમર્થનમાં નોંધપાત્ર વૃદ્ધિ પણ જુએ છે.

નાણાકીય સુખાકારી:

• નાણાકીય સુખાકારી નોંધપાત્ર રીતે વધે છે, તમામ સ્તંભોમાં વૃદ્ધિ છે, અને શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર આધારસ્તંભ ઈન્ફ્રાસ્ટ્રક્ચર છે .

• મહામારી પછી નાણાકીય સુખાકારી (ઇન્ફ્રા) અને આરોગ્ય વીમા વિશેની માહિતી મેળવવી, વીમા અને રોકાણ માટે વ્યક્તિગત પહેલ સાથે વિકાસ થયો છે.

• મહિલાઓ નાણાકીય સુખાકારીના સંદર્ભમાં વધુ પગલાં લઈ રહી છે

• આરોગ્ય વીમાની માલિકી ભારતીયોમાં સુખાકારીને પ્રોત્સાહન આપી રહી છે

• નાણાકીય સુખાકારી નોંધપાત્ર રીતે વધી છે, વૃદ્ધિ તમામ સ્તંભો પર છે, અને શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર આધારસ્તંભ ઈન્ફ્રાસ્ટ્રક્ચર છે.

• આરોગ્ય વીમા ધારકો વીમો હોય નહીં તેવા લોકોની સરખામણીમાં તમામ વેલનેસ પેટા પ્રકારો પર ઉચ્ચ સ્કોર દર્શાવે છે

• મહામારી પછી નાણાકીય સુખાકારી (ઇન્ફ્રા) અને આરોગ્ય વીમા વિશેની માહિતી મેળવવી, વીમા અને રોકાણ માટે વ્યક્તિગત પહેલ સાથે વિકાસ થયો છે.

• વૈશ્વિક મંદીની આશંકા હોવા છતાં ભારતમાં સુધારો જળવાઈ રહ્યો છે, નાણાકીય સુખાકારીનું મહત્વ નોંધપાત્ર રીતે વધ્યું છે

• બહેતર માળખાકીય વ્યવસ્થાને કારણે ટિઅર 1 નગરો, ફિન-ટેક, ઇ-વોલેટ, બેંકિંગ વૃદ્ધિને મહામારી પછી પ્રોત્સાહન મળી રહ્યું છે.

કૌટુંબિક અને સામાજિક સુખાકારી:

• ભારતમાં કૌટુંબિક સુખાકારી આ વર્ષે 71 પર છે. કૌટુંબિક સુખાકારીના તમામ સ્તંભોમાં નોંધપાત્ર વૃદ્ધિ છે.

• માળખાકીય સુવિધા અને સામાજિક સુખાકારી માટેના ઈન્ફ્લુઅન્સને કારણે તેમાં સારી વૃદ્ધિ છે, પ્રતિસ્પર્ધી/સામાજિક દબાણ અને મનોરંજક સુવિધાઓ સુધીની પહોંચ ટોચના લાભકર્તાઓ સાથે લગભગ તમામ પરિમાણો સુધરી રહ્યાં છે.

• જોડાઈ રહેવા માટે પ્રતિસ્પર્ધા/સામાજિક દબાણ અને મનોરંજન સુવિધાઓને કારણે મિલેનિયલ્સ અને ટિઅર 1 નોંધપાત્ર વૃદ્ધિ દર્શાવે છે.

આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ વેલનેસ ઇન્ડેક્સ આ અભૂતપૂર્વ વલણો અને સુખાકારીના વિવિધ ક્ષેત્રોમાં ગ્રાહક વર્તનને વિકસિત કરવા માટે એક માપદંડ તરીકે કામ કરે છે. મહત્તમ શક્ય કુલ વેલનેસ ઇન્ડેક્સ સ્કોર 100 છે.

સૂચિત્રા આયરે


Share

Related posts

સુરત : બીઆરટીએસ અને સિટી બસ બાદ હવે સુરતમાં 150 ઈલેક્ટ્રીક બસ દોડશે.

ProudOfGujarat

માંગરોળ : કેબિનેટ મંત્રીશ્રી ગણપતભાઈ વસાવાનાં સફળ પ્રયત્નોથી કાકરાપાર ગોળદા વડ ઉદવહન સિંચાઈ યોજનામાં 1૩ ગામોનો સમાવેશ કરાતા ખેડૂતોમાં આનંદ.

ProudOfGujarat

નેત્રંગ ખાતે વિશ્વ આદિવાસી દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી મંત્રી કુંવરજીભાઈ બાવળીયાની અધ્યક્ષતામાં કરાઇ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!