સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના નાની નરોલી જિલ્લા પંચાયત સીટના સમાવિષ્ટ ગામોમાં ડુંગરી ખાતે રોડ રસ્તા, પાણીની સાથે ફિલ્ટર આરો પ્લાન્ટના સંપનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યુ. જેનું શ્રીફળ વધેરીને સુરત જિલ્લા પંચાયત સિંચાઈ સમિતિના અધ્યક્ષ અફઝલ ખાન પઠાણ, માંગરોળ તાલુકા પંચાયતના પ્રમુખ ચંદન ગામીત, માજી પ્રમુખ જગદીશભાઈ ગામીત, આંબાવાડી સીટના સદસ્ય તૃપ્તિ મૈસુરિયા, શૈલેષ મૈસુરીયા, ડુંગરીના સરપંચ સવિતા ગામીત, ડેપ્યુટી સરપંચ નરેશભાઈ ગામીત, સામાજિક કાર્યકર મહેશ ગામીત, વેરાકૂઈના કરમા ગામીત, કનસાલીના સરપંચ હરેન્દ્ર ગામીત, તેમજ વિશાળ સંખ્યામાં ગામજનો હાજર રહ્યા હતા. આ તબક્કે વર્ષો જૂની પાણીની સમસ્યાનો હલ થતા ધારાસભ્ય ગણપતસિંહ વસાવા તેમજ જીલ્લા અને તાલુકાના ચૂંટાયેલા સભ્યોનો ગ્રામજનોએ આભાર માન્યો હતો. વેરાકુઇ, કનસાલી ગામે સીસી રોડ, ગટર અને પેવર બ્લોક માટેના 60 લાખના કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા.
વિનોદ મૈસુરિયા : વાંકલ
માંગરોળ તાલુકામાં સમાવિષ્ટ નાની નરોલી જિલ્લા પંચાયત સીટ ખાતે વિવિધ કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરાયું.
Advertisement