આજે તા. 8/10/2022 ના રોજ ખરોડ ગામ ખાતે નામાંકિત કંપની સન ફાર્મા લેબોરેટરીઝ લિમીટેડ દ્વારા તેમની CSR પ્રવૃતિ હેઠળ પ્રોજક્ટ સ્વાવલંબન, સશક્તીકરણથી સમૃદ્ધિ, આસિસ્ટન્ટ બ્યુટી થેરાપિસ્ટ ટ્રેનીંગ વર્ગનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ પ્રોજક્ટમાં ખરોડ, ભાદી, અને બાકરોલ ગામની ૩૫ જેટલી બહેનો બ્યુટી પાર્લરની તાલીમ લઈ આત્મનિર્ભર બનશે. આ તાલીમ પૂર્ણ થયા બાદ બ્યૂટી પાર્લરની પૂરી કીટ પણ આપવામાં આવશે. આ પ્રોજક્ટની અમલીકરણ સંસ્થા વિશાખા બા ફાઉન્ડેશન ટ્રસ્ટ છે.
પ્રોજક્ટ ઉદ્દઘાટન સમારોહમાં પ્લાન્ટ હેડ સ્નેહલ શાહ સર, એચ.આર.હેડ બલજીત શાહ મેડમ, સી.એસ.આર. લેડ સેજાદ બેલીમ સર, સી. આર લેડ રવી ગાંધી ઉપસ્થિત રહી તાલીમાર્થી બહેનોને યોગ્ય માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. તેમજ વિશાખા બા ફાઉન્ડેશન ટ્રસ્ટ ના પ્રેસિડેન્ટ કિંજલ બા ચૌહાણ તેમજ વાઈસ પ્રેસિડેન્ટ ધર્મેન્દ્ર સિંહ ચૌહાણ, બાકરોલ ગામના સરપંચ અંકિતભાઈ પટેલ, ખરોડ ગામના ડેપ્યુટી સરપંચ ઈમરાનભાઈ લહેરી, ભાદી ગામના જુનેદભાઈ હાજર રહ્યાં હતાં.