અગ્ર મુખ્ય વનસંરક્ષક સામાજિક વનીકરણ વિભાગ ગુજરાત રાજ્ય ગાંધીનગર રામકુમાર IFS ના અધ્યક્ષસ્થાને ભરૂચ કિસાન એગ્રોફેડ પ્રોડ્યુસર કંપનીના શેર સર્ટીફિકેટ વિતરણ કાર્યક્રમ અંતર્ગત ભરૂચ વર્તુળના વન સંરક્ષક ડૉ. કે. શશીકુમાર, ભરૂચ ડી.એફ.ઓ ઉર્વશી પ્રજાપતિ, ભરૂચ આર.એફ.ઓ ડી.વી. ડામોર, આર.એફ.ઓ નોર્મલ કે.એસ.ગોહિલ, આર.એફ.ઓ વાલિયા એમ.એમ.ગોહિલ,આર. એફ. ઓ વાગરા વિજયદાન ગઢવી, આર.એફ.ઓ આમોદ આર.કે.ચૌહાણ આર.એફ.ઓ ઝગડીયા ઋષિરાજ રહેવર, આર.એફ.ઓ જબુંસર મનિષા આહીર, એફ.પી.ઓના ડિરેકટરો, કંપનીઓના પ્રતિનિધિઓ તેમજ 260 જેટલા સભાસદો હાજર રહ્યા હતા સાથે વન્યપ્રાણી જાગૃતિ અંગે નાટક તેમજ શ્રવણ ચોકડીથી શક્તિનાથ સુધી રેલીનું પણ આયોજન કર્યું હતું જેમાં ઇકો ક્લબના કૉ-ઓર્ડીનેટર હરેન્દ્રસિંહ સિંઘા, ઉન્નતિ શાળાના આચાર્ય જીતેન્દ્ર ત્રિવેદી, આરતી કંનોજિયા તથા શાળાના તમામ શિક્ષકો- બાળકો સહભાગી બન્યા હતા.
ભરૂચ : ડૉ. બાબાસાહેબ આંબેડકર હોલ ખાતે કિસાન એગ્રોફેડ પ્રોડ્યુસર કંપનીના શેર સર્ટીફિકેટ વિતરણ કાર્યક્રમ યોજાયો.
Advertisement